Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૫
૫૩૧ પરિણમી આત્મા સાથે એકક્ષેત્રાવગાહે જોડાય છે, અર્થાત્ કર્મબંધનની ક્રિયા થાય છે. આત્મા જ્યારે સ્વભાવમાં ન ઠરતાં વિભાવરૂપે પરિણમે છે ત્યારે કર્મબંધનની ક્રિયા થાય છે. નિમિત્ત-નૈમિત્તિક યોગથી કાશ્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ આત્માના વિભાવનું નિમિત્ત મળતાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપે આત્મા સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે, જેને કર્મબંધન કહે છે.
જીવની મલિન અવસ્થાને, એટલે કે રાગ-દ્વેષને અને દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. જીવ શુભાશુભ વિકારભાવે પરિણમે છે ત્યારે કાશ્મણ વર્ગણાની રજકણો કર્મરૂપે પરિણમે છે. શુભાશુભ પરિણામ તો નિમિત્ત માત્ર છે. કાશ્મણ વર્ગણાનાં રજકણો પોતાની જાતે સ્વતંત્રપણે કર્મરૂપે પરિણમી જાય છે. જીવના વિકારી ભાવનું નિમિત્ત લઈને કર્મ પોતે પોતાથી જ પરિણમતું આત્મા સાથે જોડાય છે. આમ, રાગાદિથી જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધાય છે એમ કહેવું એ નિમિત્તને અનુલક્ષીને કરેલું કથન છે. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય'માં લખે છે કે જીવે કરેલાં રાગાદિ પરિણામોનું નિમિત્તમાત્ર પામીને જીવથી ભિન્ન એવા પુગલસ્કંધ આત્મામાં સ્વતઃ જ જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપે પરિણમન કરે છે. ૧
આમ, જીવનાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે ફક્ત નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તા-કર્મભાવ નથી. તે બે વચ્ચે વ્યાપક-વ્યાપ્ય સંબંધ ન હોવાથી કર્તા-કર્મ સંબંધ સંભવિત નથી. જ્યાં વ્યાપક-વ્યાપ્ય ભાવ હોય છે ત્યાં જ કર્તા-કર્મભાવ હોય છે, વ્યાપક-વ્યાપ્ય ભાવ વિના
L હોતો. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાય છે. રાગાદિ ભાવ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. આ વ્યાપ્ય-વ્યાપકપણું અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય છે, જેની સત્તા ભિન્ન ભિન્ન હોય એવા પદાર્થોમાં વ્યાપ્યવ્યાપકપણું નથી હોતું. વ્યાપ્ય-વ્યાપકભાવ કે કર્તા-કર્મભાવ એક જ પદાર્થમાં લાગુ પડે છે, ભિન્ન ભિન્ન પદાર્થોમાં તે લાગુ પડી શકતો નથી. ૨ ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૧૨
'जीवकृतं परिणाम निमित्तमात्रं प्रपद्य पुनरन्ये ।
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ।।' ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર'ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ
ખ્યાતિ', મૂળ ગાથા ૮૨ની ટીકા 'जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापकभावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृकर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरनिमित्तमात्रीभवनेनैव द्वयोरपि परिणामः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org