Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૫૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભાવોની સંતતિ વિકૃત છે, દુઃખમય છે અને ખરાબ ફળ આપવાવાળી છે.
નિશ્ચયનયથી આત્મા રાગાદિ ભાવોથી સદા સર્વદા ભિન્ન જ છે અને વ્યવહારનયથી આત્મા રાગ-દ્વેષાદિ વિકાર સહિત છે. નિશ્ચયનય કહે છે કે “આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે, અલિપ્ત છે, મુક્ત છે અને વ્યવહારનય કહે છે કે “આત્મા અશુદ્ધ છે, સસંગ છે, લેપાયેલો છે, બદ્ધ છે'. નિશ્ચયનયની દૃષ્ટિથી તેમજ વ્યવહારનયની દૃષ્ટિથી જોતાં આત્મા ભિન્ન ભિન્ન પ્રકારે જણાય છે. બન્ને નયનાં કથનો પરસ્પર વિરોધી લાગે છે, પરંતુ ખરેખર તે બે વચ્ચે કોઈ જ વિરોધ નથી. આત્મા સ્વભાવથી શુદ્ધસ્વરૂપી છે અને પર્યાયથી વિભાવયુક્ત છે.
નિશ્ચયનય આત્માના શુદ્ધ સ્વભાવને મુખ્ય કરે છે. નિશ્ચયદૃષ્ટિથી આત્મા શુદ્ધ, અસંગસ્વરૂપી છે, પણ સ્વરૂપનું ભાન થયા વિના તથારૂપ અસંગ દશા પ્રાપ્ત થતી નથી. પોતાની શક્તિનું અર્થાત્ સ્વભાવનું ભાન થતાં જીવ વર્તમાન દશામાં પણ અસંગ થાય છે, સર્વસંગરહિત બને છે. શ્રી કાનજીસ્વામી કહે છે -
‘શક્તિએ, સ્વરૂપે, દ્રવ્યસ્વભાવે તો શુદ્ધ પરમાત્મપણું છે; જેમ તલમાં તેલ શક્તિરૂપે છે તથા શેરડીમાં રસ છે તેમ, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમ ને એમ તેનો સ્વાદ લઈ શકાય નહિ; તેમ આત્મા આનંદમૂર્તિ, જ્ઞાતાદ્રષ્ટા ભગવાન છે. તે પરમાર્થે તો જ્ઞાનાનંદ શુદ્ધ પવિત્ર છે. પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તે ઉપાધિરહિત હું નિત્યસ્વભાવે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય છું એવી સાચી શ્રદ્ધા વડે રાગાદિકથી જુદો પડી, પુરુષાર્થ વડે પ્રથમથી જ ઉજ્વળતા કરે, અને યથાર્થ સ્વાનુભવની પ્રતીતિ, સમ્યજ્ઞાન અને ચૈતન્યતત્ત્વમાં ટકી રહેવારૂપ એકાગ્રતા વડે જેવું તત્ત્વ છે તેવું જાણે-અનુભવે તો વર્તમાન અવસ્થાએ જ્ઞાનાનંદ, અસંગ, શુદ્ધ થઈ શકે છે.”
દ્રવ્યદૃષ્ટિએ આત્મા અસંગ હોવા છતાં પણ પર્યાયદષ્ટિએ જોતાં તે કર્મબંધવાળો, પરદ્રવ્ય અને પરભાવના સંબંધવાળો જણાય છે અને તેથી તે કેવળ અસંગ છે એમ કહી શકાય નહીં. સ્વભાવે આત્મા અસંગ હોવા છતાં તેની વર્તમાન અવસ્થા અસંગ નથી. પરમાં રહેલી રુચિના કારણે તેનામાં અશુદ્ધતા છે. તે અશુદ્ધતા જીવ પુરુષાર્થ વડે ટાળે છે ત્યારે શુદ્ધ દશા પ્રગટે છે અને તે પૂર્ણપણે અસંગ થાય છે. જીવ જ્યારે પોતાના અસંગ સ્વરૂપની પ્રતીતિ કરી, પુરુષાર્થ વડે તેને પ્રગટાવે છે ત્યારે તે પૂર્ણપણે અસંગ બને છે.
દ્રવ્યદૃષ્ટિએ આત્મા નિર્મળ, નિર્વિકારી અને કર્મરહિત છે; પરંતુ પુરુષાર્થ વડે ૧- શ્રી કાનજીસ્વામી, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ. ૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org