Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૩૬,
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
એવો નિયમ છે. અને નિષ્કારણ હોય તે કાં તો સદાય હોય ને કાં તો સદાય ના હોય - કદી પણ ન હોય. “નિત્ય સર્વમસર્વ વા !' ઇઅને કર્મની પ્રવૃત્તિ તો જીવના પ્રેરક કર્તાપણાથી જ થાય છે, એટલે એ સિદ્ધ થયું કે કર્મ સહજ સ્વભાવે થતા નથી.' (૨) વળી, શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે “કર્મ જીવનો ધર્મ', અર્થાત્ જો કર્મનો કર્તા કર્મ હોય નહીં અને કર્મ અનાયાસે આત્માને વળગતાં ન હોય, પણ જીવના પ્રયાસથી વળગતાં હોય તો કર્મનું કરવાપણું તે જીવનો ધર્મ ઠરે અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ તેનાથી છૂટો પડી શકે નહીં. ધર્મ તો તેનું નામ છે કે જે દ્રવ્યથી જુદો ન પડે. જેમ સાકરની મીઠાશ સાકરથી કે અગ્નિની ઉષ્ણતા અગ્નિથી કદી અલગ થતાં નથી, તેમ કર્મનું કર્તાપણું જો આત્માનો ધર્મ હોય તો આત્મા કદી કર્મબંધ કરતો અટકે નહીં, તેથી કદી કોઈ પણ જીવના સંસારનો અંત આવી શકે જ નહીં અને તેનો મોક્ષ થાય નહીં. જો કર્મ કરવાં એ જીવનો ધર્મ હોય તો તે ધર્મ ત્રિકાળી હોવાથી બંધનો અભાવ કદી થઈ શકે નહીં. જીવાત્માની મુક્તિ જ અસંભવિત બની જાય. પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિ, “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ' વડે શ્રીગુરુ, શિષ્યની આ દલીલ પણ અયુક્તિયુક્ત છે એમ સિદ્ધ કરે છે.
જીવ રાગાદિ કરે છે તો કર્મપ્રહણ થાય છે. જો જીવ રાગાદિ કરે નહીં તો કર્મચહણ થતું નથી. રાગ-દ્વેષથી કર્મ આવે છે અને જીવ બંધનગ્રસ્ત થાય છે. પરંતુ જીવની શક્તિ અમાપ છે, તેથી જીવ ધારે તો તે રાગ-દ્વેષ અટકાવી શકે છે. જો આત્મા કર્મના બળ કરતાં વિશેષ બળ પ્રગટાવે તો કર્મબંધ અટકી શકે છે, તેથી કર્મબંધ કરવો એ આત્માનો સ્વભાવ નથી. જીવ જ્યારે પૂર્વકર્મના ઉદયમાં જોડાઈને શુભાશુભ ભાવ કરે છે ત્યારે કર્મબંધ થાય છે, પરંતુ જો જીવ પૂર્વકર્મના ઉદયમાં જોડાય નહીં તો જડ કર્મ કંઈ પરાણે વળગતાં નથી. જીવ કર્મના ઉદયમાં ન તણાતાં જ્ઞાનમાં સ્થિર રહે તો કર્મપ્રહણ થતું નથી. આમ, જીવ પરમાં જોડાય તો કર્મપ્રહણ થાય છે અને સ્વમાં સ્થિત થાય તો કર્મગ્રહણ થતું નથી.
કર્મબંધનું કારણ અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવના કારણે કર્મ બંધાતાં હોવાથી જ્યારે જીવ અશુદ્ધ ભાવ કરતો અટકે છે ત્યારે તે અબંધ થઈ શકે છે, કેમ કે કારણના સભાવમાં જ કાર્ય થાય છે. કારણ ન રહેતાં કાર્ય પણ રહી શકતું નથી. તેથી જ્યાં સુધી અશુદ્ધ ભાવ થાય છે ત્યાં સુધી બંધ થાય છે અને અશુદ્ધ ભાવના અભાવમાં બંધનો પણ અભાવ અવશ્યભાવી છે. જીવ અને કર્મનો સંયોગ થવાનું કારણ જીવના રાગાદિ વિકારી ભાવો છે, જીવ તે રાગાદિ વિકારી ભાવોનો અભાવ કરે તો તે સંયોગનો ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org