Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭પ
૫૨૯ માનવામાં ન આવે તો પિત્તળ, ચાંદી આદિ કોઈ પણ પદાર્થથી લોખંડ ખેંચાવું જોઈએ અને લાકડું, પથ્થર વગેરે પણ ખેંચાવાં જોઈએ. પરંતુ તેવું ક્યારે પણ બનતું નથી, તેથી માનવું પડે છે કે ચુંબક અને લોખંડમાં અનુક્રમે ખેંચવા અને ખેંચાવાની શક્તિ છે. જેમ ચુંબક અને લોખંડનો સંબંધ છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંબંધ છે. જીવમાં કર્મ બાંધવાની શક્તિ છે અને કર્મમાં જીવની સાથે બંધાવાની શક્તિ છે. આત્મામાં પોતાના રાગાદિ વિકારો વડે કર્મને બાંધવાની શક્તિ છે, તેથી આત્મામાં રાગાદિ વિકાર થતાં કર્મ આવીને બંધાઈ જાય છે.
જે કામણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુ કર્મરૂપે પરિણમ્યાં ન હોય, પરંતુ કર્મરૂપે પરિણમવા માટે સન્મુખ થઈ આત્માની આસપાસ જ રહેલાં હોય, તેને વિસસોપચય કહે છે. આ પુદ્ગલપરમાણુઓની હજી બંધરૂપ અવસ્થા થઈ નથી. તે આત્મા સાથે બંધાયેલાં કર્મો કરતાં પણ અનંતગણો વધારે હોય છે, કેમ કે તે કર્મરૂપ પરમાણુઓમાંથી પ્રત્યેક પરમાણુ સાથે અનંતાનંત વિસસોપચય પરમાણુ લાગેલાં છે. જે સમયે આત્મા રાગ-દ્વેષ કરે છે, તે જ સમયે આ વિસસોપચય સંજ્ઞા ધારણ કરનાર પરમાણુઓ કર્મરૂપે પરિણમી તરત જ આત્માની સાથે બંધાઈ જાય છે અને કર્મબંધ થાય છે.
આમ, રાગ-દ્વેષના કારણે જ જીવ કર્મ બાંધે છે. રાગ-દ્વેષ વિના, અનાયાસે કર્મ બંધાતાં નથી. આ રાગાદિ ભાવને ભાવકર્મ કહેવામાં આવે છે અને પુદ્ગલપરમાણુઓના પિંડરૂપ કર્મને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. જીવની રાગાદિ ભાવરૂપ પરિણતિ તે ભાવકર્મ છે અને તેના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ પરિણમવા યોગ્ય પુગલપરમાણુઓ કર્મરૂપે પલટાઈ આત્માના પ્રદેશ સાથે ક્ષીરનીરવત્ થઈ જાય એ દ્રવ્યકર્મ છે. આમ, ભાવકર્મના કારણે દ્રવ્યકર્મનું રહણ થાય છે, તેથી કર્મ અનાયાસે - વિના કારણે આત્માને વળગે છે એમ કહેવું તે યુક્તિયુક્ત નથી.
અહીં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચેના સંબંધનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. માટીનો પિંડ ઘડાનો આકાર ધારણ કરે છે, તેથી માટી ઉપાદાનકારણ કહેવાય છે; પણ જો કુંભાર ન હોય તો માટીમાં ઘડો બનવાની યોગ્યતા હોવા છતાં તે સ્વયં ઘડો બની શકતી નથી, માટે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર નિમિત્તકારણ છે. તે જ પ્રમાણે જે પુદ્ગલપરમાણુ કર્મરૂપે પરિણમી શકે તે પુદ્ગલ ઉપાદાનકારણ છે. કર્મ જડ છે, પૌગલિક છે અને ચેતન આત્મા પૌગલિક કર્મરૂપે કદી પરિણમતો નથી, એટલે ચેતન આત્મા તેનું ઉપાદાનકારણ કદી બની શકતો નથી. પુદ્ગલમાં કર્મરૂપે પરિણત થવાની યોગ્યતા હોવા છતાં જીવનાં ભાવકર્મ વિના સ્વતઃ તે કર્મરૂપે પરિણમી શકતાં નથી, તેથી ભાવકર્મ નિમિત્તકારણ છે. આ જ પ્રમાણે દ્રવ્યકર્મ પણ ભાવકર્મનું નિમિત્તકારણ છે. આત્મા રાગાદિ ભાવોનું ઉપાદાનકારણ છે અને કર્મપુદ્ગલ નિમિત્તકારણ છે. દ્રવ્યકર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org