Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૮૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તેની જ આ વર્તમાન સૃષ્ટિ છે અને આ સંયોગ કોઈના પણ પ્રયત્નના પરિણામસ્વરૂપ નહીં પણ આકસ્મિક જ છે.
આકસ્મિકવાદની આ માન્યતાના સંબંધમાં ઈશ્વરવાદીઓ કહે છે કે સૃષ્ટિપ્રબંધનું અકસ્માત્ હોવું કદાપિ સ્વીકાર ન કરી શકાય, કારણ કે આકસ્મિક તો તેને જ કહી શકાય કે જેની ઉત્પત્તિ ક્વચિત્ જ હોય. સદાને માટે નિયમબદ્ધ તૈયાર થવાવાળી વસ્તુને આકસ્મિક માનવી એ મોટી ભૂલ છે. આકાશમાં દેખાવાવાળા વિવિધ રંગો તથા ઇન્દ્રધનુષ આદિનો ઉદ્ભવ પરમાણુના આકસ્મિક સંયોગોનું જ પરિણામ છે, પરંતુ એવા સંયોગો નિત્ય, પ્રતિસમય નિયમબદ્ધ નહીં હોવાથી, એવાં આકસ્મિક દૃષ્ટાંતો દ્વારા પ્રાણીઓની શરીરરચનારૂપ સૃષ્ટિને અન્ય કોઈ રચનાને પણ આકસ્મિકતામાં ખપાવવાનો દુરાગ્રહ ન કરી શકાય.
પ્રત્યેક રચનાને આકસ્મિકતાની શ્રેણીમાં રાખવાવાળાને પ્રશ્ન કરી શકાય કે ઘઉં સ્વયં સંયુક્ત થઈને રોટલી કેમ નથી થઈ જતી? માટી સ્વયં એકત્રિત થઈને ઇંટોમાં પરિણત કેમ નથી થઈ જતી? આના પ્રત્યુત્તરમાં તેઓ એમ કહે છે કે રોટલી અને ઇંટ આદિની રચના કરવાવાળા તો પ્રત્યક્ષ જોવા મળે છે, પરંતુ સૂર્ય, ચંદ્ર, પર્વત, નદી તથા મનુષ્ય આદિના શરીરની રચના કરવાવાળા પ્રત્યક્ષ જોઈ શકાતા નથી અને એટલા માટે અમે તે રચનાને આકસ્મિક કહીએ છીએ. તો બીજો પ્રશ્ન તેમને એ પૂછી શકાય કે સૂર્યની રચના આકસ્મિક રીતિથી થઈ શકતી હોય તો નાનકડો દીપક અકસ્માતથી કેમ નથી બની શકતો? મોટામાં મોટી નદીની રચનામાં જે આકસ્મિકતા છે, તે જ આકસ્મિકતા નાના કૂવા બનાવવામાં કેમ ચક્કર ખાઈ જાય છે? મોટામાં મોટા પર્વત અકસ્માત જ બની શકે છે, તો નાની ઝૂંપડીઓ માટે માનવીએ પ્રયત્ન ન કરીને, આકસ્મિકતાના ભરોસે જ બેસી રહેવું જોઈએ. તમારા મતાનુસાર ઝૂંપડી સ્વયં બની જશે, પરંતુ તેમ કદી બનતું નથી એ તો તમને પણ ખબર છે.
(૨) સ્વભાવવાદીઓનો સિદ્ધાંત એ છે કે આગ ગરમ હોય છે, જળ ઠંડું હોય છે, વાયુ ન ગરમ ન ઠંડો હોય છે, આ કોણે બનાવ્યું? આ સર્વ વ્યવસ્થા સ્વભાવથી જ છે. મોરની પાંખોને કોણ રંગે છે? કોયલને મધુર સ્વર કોણ આપે છે? આમાં સ્વભાવને છોડીને અન્ય કોઈ કારણ નથી દેખાતું. સ્વભાવવાદી કહે છે કે સૃષ્ટિનાં પરમાણુઓમાં કોઈ અન્ય શક્તિ દ્વારા નહીં આપેલો, સ્વયં પોતાનો જ એક સ્વભાવ હોય છે કે જેના વડે પ્રેરિત થઈને તે પરમાણુ વિશેષ રીતિથી સંયુક્ત કે વિમુક્ત થતાં રહે છે. જેમ આગનો સ્વભાવ બાળવાનો છે, વાયુનો સ્વભાવ ઊડવાનો કે કોઈ વસ્તુને ઉડાડવાનો છે. આમ હોવાથી કર્તાના રૂપમાં કોઈ ચેતનપ્રાણીની તેમાં આવશ્યકતા જ નથી રહેતી. સ્વભાવવાદીઓની આ માન્યતા માટે ઈશ્વરવાદીઓ એમ કહે છે કે જો પરમાણુઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org