Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૧) ઈશ્વર સૃષ્ટિનું નિમિત્તકારણ છે અને પરમાણુઓ જગતનું ઉપાદાનકારણ છે. જગત એ પરિણામ (કાર્યો છે, માટે તેને ઉત્પન્ન કરનારો ‘કર્તા' હોવો જ જોઈએ; અર્થાત્ કાર્ય-કારણ સંબંધ સાર્વત્રિક છે અને કાર્ય-કારણના નિયમના આધારે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. (૨) પરમાણુઓ સ્વયં નિષ્ક્રિય હોવાથી તે સ્વતંત્રપણે એકબીજા સાથે જોડાઈ શકતા નથી. તેને ગતિ પ્રદાન કરવા માટે ઈશ્વરતત્ત્વની જરૂર રહે છે. ઈશ્વરની બૌદ્ધિક રીતે મદદ મળ્યા વગર પરમાણુઓ સ્વયં કાંઈ કરી શકવા સમર્થ નથી. આમ, પરમાણુઓનો સંયોગકર્તા ઈશ્વર છે. (૩) ન્યાયના મત અનુસાર બે પરમાણુઓના સમ્મિલનથી ત્યણુક બને છે અને આ ચણકમાંથી ત્રચણુક એમ ઉત્તરોત્તર સૃષ્ટિનું સર્જન થાય છે. પ્રલયકાળમાં (જગતની હસ્તી ન હતી ત્યારે) ઈશ્વર સિવાય અન્ય કોઈ ચેતનતત્ત્વ તો હતું જ નહીં, માટે જગતના પ્રારંભ વખતે વણકમાંથી ત્રણુકની જે પ્રક્રિયા થઈ તે ઈશ્વરની અપેક્ષાબુદ્ધિથી જ બની હશે એમ કહી શકાય. સંખ્યા અંગેનો આ પ્રથમ વિચાર સર્વપ્રથમ દૈવી ચેતના ધરાવનાર એવા ઈશ્વરને જ આવી શકે, કારણ કે સૃષ્ટિના આરંભમાં આત્માઓ, પરમાણુઓ, અદષ્ટ શક્તિ, દિક, કાળ વગેરે જે કાંઈ હોય છે તે બધાં નિચેતન જ હોય છે. ફક્ત ચેતનવંત દૈવી તત્ત્વ એવો ઈશ્વર જ ઉપર જણાવ્યા મુજબ સંખ્યાની કલ્પના કરી શકે, માટે ઈશ્વરની હસ્તી સ્વીકારવી પડે છે. (૪) ઈશ્વરની ઇચ્છાથી જ આ જગત ટકી રહેલ છે અને ઈશ્વર જ તેને નભાવનાર છે. ઈશ્વરની ઇચ્છાથી જ સૃષ્ટિનું સર્જન અને તેનો પ્રલય પણ તેની ઇચ્છાથી જ થાય છે. બુદ્ધિહીન અદષ્ટ શક્તિ જગતને ધારણ કરી શકવા સમર્થ નથી. (૫) ઈશ્વર કર્માધ્યક્ષ છે. ઈશ્વર નૈતિક નિયમોનો સ્થાપક છે. વાવો તેવું લણો અને કરો તેવું પામો' એવો કર્મનો નૈતિક શાશ્વત નિયમ છે, છતાં કર્મની બાબતમાં વ્યક્તિને સીમિત સ્વાતંત્ર છે તેમ ન્યાય દર્શન માને છે. વ્યક્તિ કર્મ કરવા માટે સ્વતંત્ર છે પણ તેના ફળની પ્રાપ્તિ માટે નહીં. કર્મફળદાતા તો ઈશ્વર જ છે. ભલાને સુખી બનાવે છે અને બૂરાને તે દંડ આપે છે. જીવનાં સારાં અથવા માઠાં કર્મોનો બદલો તદનુરૂપ મળ્યા વગર રહેતો નથી. જીવનાં કાર્યોના પરિપાકરૂપ ધર્મ તેમજ અધર્મ(merits and demerits)નો જે સંગ્રહ છે, તે અદષ્ટ કહેવાય છે. મનુષ્યને પોતપોતાનાં કર્મ અનુસાર ફળ મળે છે, એ પ્રક્રિયા અદષ્ટ કહેવાય છે. શ્રી ઉદયનાચાર્ય અદૃષ્ટની આ કલ્પના રજૂ કરી કહે છે કે આ અદષ્ટનો નિયમપૂર્વક કાર્યવ્યાપાર ઈશ્વરના અસ્તિત્વ વગર શક્ય નથી, કારણ કે બુદ્ધિરહિત અદષ્ટ માટે બુદ્ધિમાન અને સર્વશક્તિમાન એવા ઈશ્વરની મદદ જરૂરી છે. અદષ્ટ શક્તિને ઈશ્વરના માર્ગદર્શનની જરૂર રહે છે. ન્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org