Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નામના માણસને વીસ વર્ષ પૂર્વે યજ્ઞદત્તે જોયો હતો, તે આજે ફરી દેખાયો, એટલે ભૂતકાળની સ્મૃતિ તાજી થતાં જ યજ્ઞદત્ત બોલી ઊઠે છે કે અરે! આ તો પેલો દેવદત્ત છે.’ ભૂતકાળની સ્મૃતિ તથા વર્તમાનનો અનુભવ કરનાર એક જ વ્યક્તિ હોય તો જ આ પ્રમાણેનું જ્ઞાન થઈ શકે. સ્મૃતિ કરનાર જુદો અને અનુભવ કરનાર જુદો હોય તો આમ ન બની શકે. આત્મા ક્ષણિક છે એમ જો માનવામાં આવે તો વીસ વર્ષ પહેલાંના દેવદત્તનો અનુભવ કરનાર યજ્ઞદત્ત, આત્મા ક્ષણિક હોવાના કારણે નષ્ટ થઈ ગયો ગણાય. અત્યારનો આત્મા તેનાથી જુદો ગણાય, એટલે ‘આ પેલો જ દેવદત્ત છે' એવું જ્ઞાન તેને થઈ શકે નહીં, પરંતુ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે કે તેવું જ્ઞાન થઈ શકે છે, એટલે આત્માને ક્ષણિક માની શકાય નહીં.
આત્મા એવું અવધારણ કરે છે કે જે હું પૂર્વે અનુભવનાર હતો, તે જ હું આજે તે વસ્તુનું સ્મરણ કરનારો છું.' અહીં પૂર્વના અને આજના આત્મામાં એકતા (અભેદ)નો જે નિશ્ચય થાય છે તે જ બતાવે છે કે આત્મા પ્રતિપળ વિનાશી ન જ હોઈ શકે. જો આત્મા ક્ષણિક હોય તો અનુભવનાર અને સ્મરણ કરનાર બે એક જ છે તેવું અવધારણ થઈ શકે જ નહીં.
સામાન્ય વ્યવહારમાં પણ પ્રત્યભિજ્ઞાન અનુભવમાં આવે છે અને તેથી સિદ્ધ થાય છે કે આત્માનું સર્વથા ક્ષણિકપણું છે જ નહીં. પૂર્વની અને પછીની સર્વ ક્ષણોને વિષે એક જ અનુભવ કરનારના હોવાપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાનો નિષેધ કરે છે. ‘જે હું પ્રથમ સુખાદિનો અનુભવ કરતો હતો, તે જ હું તે સુખાદિને જાણું છું.' એ પ્રમાણે પૂર્વના સંબંધનો નિશ્ચય થાય છે, તેથી ક્ષણિકપણાનો નિરાસ થાય છે. ક્ષણિકવાદને વિષે પૂર્વાપર સંબંધની એકતારૂપ પ્રત્યભિજ્ઞાન સંભવતું જ નથી. અતીતકાલીન અનુભૂત વસ્તુમાં વર્તમાનકાલીન પ્રત્યક્ષ વસ્તુનું ઐક્ય છે એવું જણાવનાર આ તે જ છે' ઇત્યાદિ જ્ઞાન શાબ્દિક વ્યવહારરૂપ પ્રત્યભિજ્ઞાન, વસ્તુ ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામે છે એવું કહેનાર ક્ષણિકવાદમાં કોઈ રીતે ઘટી શકે નહીં એ વાત સુસ્પષ્ટ છે.૧
-
વળી, બૌદ્ધમતમાં સ્મૃતિનો અભાવ થવાથી અનુમાન કરવું પણ બની શકશે નહીં. જીવને પૂર્વે અનુભવેલાનું સ્મરણ થશે નહીં અને તે સ્મરણ વિના અનુમાન પણ થશે નહીં. વળી, સ્મૃતિના અભાવમાં થાપણ (અનામત) તરીકે મૂકેલી વસ્તુનું સ્મરણ ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ’, અધ્યાય ૨, સૂત્ર ૧૦ની ટીકા
'येनात्मना प्राग्दृष्टं वस्तु तेनैवात्मना पुनरपि भावात्तदेवेदमिति प्रत्यभिज्ञायते । यद्यत्यन्तनिरोधोऽभिनवप्रादुर्भावमात्रमेव वा स्यात्ततः स्मरणानुपपत्तिः । तदधीनो लोकसंव्यवहारो विरुध्यते । ततस्तद्भावेनाव्ययं तद्भावाव्ययं नित्यमिति निश्चीयते ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org