Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
કોઈનો પડ્યો બોલ ઝિલાય છે, તો કોઈને લોકો ગણકારતા પણ નથી. કોઈ અતિ સુંદર રૂપ સાથે જન્મે છે, તો કોઈ કૂબડો હોય છે. કોઈ બુદ્ધિશાળી છે, તો કોઈની બુદ્ધિ અતિ મંદ છે.
જૈન દર્શન માને છે કે વિશ્વમાં સર્વ આત્માઓ સમાન છે. સર્વ આત્માઓ અનંતશક્તિયુક્ત અને અનંતગુણયુક્ત છે. આંતરિક દૃષ્ટિએ તેમની વચ્ચે કોઈ જ ફરક નથી. હવે પ્રશ્ન એ થાય છે કે જો સર્વ આત્મામાં સમાનતા અને એકરૂપતા છે તો તેમના વચ્ચે વિષમતા અને અનેકરૂપતા કેમ દેખાય છે? મનુષ્ય મનુષ્યમાં ફરક કેમ દેખાય છે? બે વ્યક્તિઓનાં જીવનમાં આટલો બધો ફરક શા માટે? કેટલીક વ્યક્તિઓ વિકાસનાં અત્યચ્ચ શિખરો સર કરતી દેખાય છે, તો કેટલીક વ્યક્તિઓ પતનની મહાગર્તમાં ભયંકર વેદના સહન કરતી દેખાય છે. આત્માઓના વિકાસમાં આટલું અંતર શા માટે? આનું મૂળ કારણ કર્મ જ છે. આત્મશક્તિ સર્વ જીવોમાં એકસરખી જ છે, પરંતુ કર્મના આવરણના નિમિત્તે પ્રત્યેક આત્માની સ્થિતિમાં ફરક છે. આ જગતની સર્વ વિચિત્રતા કર્મકૃત છે. આમ, જગતની વિચિત્રતાઓના કારણનો વિચાર કરતાં શિષ્યને એમ જણાય છે કે આના માટે શુભાશુભ કર્મ સિવાય અન્ય કોઈ કારણ સંભવતું નથી.
આત્મા અનંત કાળથી કર્મના બંધનથી બદ્ધ છે. તે કર્મ પણ એક જ નથી, અનંતાનંત છે. પ્રશ્ન એ છે કે એ બંધનો આત્મા ઉપર આવ્યાં ક્યાંથી? એ અનંતાનંત કર્મો કેવી રીતે એકત્ર થયાં? શું આત્મા જ તે કર્મનો કર્તા છે? કે પછી આત્મા અકર્તા છે અને કર્મ, પ્રકૃતિ કે ઈશ્વર તે કર્મના કર્તા છે? જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી કર્મના કર્તાનો યથાર્થ નિર્ણય થતો નથી અને તેથી મોક્ષનું, મોક્ષના ઉપાયનું પણ યથાર્થ સ્વરૂપ સમજાતું નથી.
આમ, જીવની અવસ્થામાં રહેલી વિચિત્રતા, વિભિન્નતા અને વિષમતાનું કારણ કર્મ છે એમ નિર્ધાર થયા પછી તે કર્મના કર્તા વિષે વિચાર કરતાં શિષ્યને અનેક શંકાઓ ઊઠે છે. શિષ્ય જાણે છે કે કર્તા વિના કર્મ હોઈ શકે નહીં અને તેથી કર્મનો કર્તા કોણ છે એ પ્રશ્ન તેને મૂંઝવે છે. આ વિષે વિચારતાં સમ્યક્ નિર્ણયના અભાવે તેને અનેક પ્રકારની શંકાઓ જાગે છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે
‘આ પ્રશ્ન પર શિષ્ય જેમ જેમ બધાં પડખાંથી ચિંતન કરે છે, તેમ તેમ વિરોધાભાસનો વંટોળીઓ તેને ઘેરી લે છે. પૃથક્ પૃથક્ વિકલ્પનો આશ્રય લેતાં વિરોધ દેખાય છે અને પરિણામે તેની મતિ મૂંઝાય છે. કર્તા-કર્મના પ્રશ્નનો કોયડો અણઊકલ્યો રહે છે. શિષ્યના મનમાં તીવ્ર મંથન ચાલુ છે, પરંતુ ચિત્તનું સમાધાન દૂરનું દૂર રહ્યા કરે છે. જીવ જ જો કર્મનો કર્તા હોય (અને જોતાં પણ એમ જ જણાય છે) તો તેની વિચારશ્રેણી આગળ વધી શકે પણ તે વાત ન્યાયથી સિદ્ધ થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org