Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૭૨
ભૂમિકા
- ગાથા ૭૧માં શિષ્ય કહ્યું કે જીવ કર્મનો કર્તા નથી, પણ કર્મ પોતે જ
કર્મનો કર્તા છે અથવા કર્મ અનાયાસે થયા કરે છે; અને જો આમ ન સ્વીકારીએ તો કર્મ કરવું એ જીવનો ધર્મ થઈ જાય અને તેમ થાય તો જીવ કદી પણ કર્મથી નિવૃત્ત જ ન થઈ શકે, કારણ કે ધર્મ ધર્મોમાં હંમેશા નિત્યપણે રહે છે.
જડ અને ચૈતન્ય એવાં બે દ્રવ્યોનાં અસ્તિત્વ અને નિત્યત્વની સિદ્ધિ થવા છતાં શિષ્યના મનમાં આત્માના કર્મકર્તુત્વપણાની સિદ્ધિ ન્યાયથી બેસતી નથી અને તેથી તેની વિચારધારા આત્માને અકર્તા સિદ્ધ કરવા મથે છે. પોતાની વાતના સમર્થન અર્થે તે પ્રસ્તુત ગાથામાં અન્ય બે દલીલો રજૂ કરે છે. આ બન્ને દલીલો, આત્માને અબંધ માનનાર વૈદિક દર્શનોના પ્રભાવના કારણે થઈ છે એ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. શંકાના વમળમાં સપડાયેલો છતાં તત્ત્વરહસ્ય જાણવાની ઉત્કટ જિજ્ઞાસા સેવતો શિષ્ય કહે છે – (ગાથા
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.” (૭૨) અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી
પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી “અબંધ' છે. (૭૨)
શિષ્ય કહે છે કે આત્મા સદા અસંગ છે, અર્થાત્ તે સદા કર્મના સંગથી
* રહિત, અબદ્ધ અને નિર્લેપ છે. જેમ અસંગ એવા આકાશને દોરડાથી બાંધી શકાય નહીં, તેમ અસંગ એવા આત્માને કર્મરૂપી દોરડાથી બાંધી શકાય નહીં. સર્વ સંયોગથી સદા અસંગ એવા આત્માને કર્મ સાથે કંઈ પણ લેવા-દેવા નથી. કર્મનો સંગ આત્માને સંભવતો નથી. આત્મા તો રાગ-દ્વેષરહિત શુદ્ધસ્વભાવી છે. આવો નિર્વિકારી આત્મા કર્મ કઈ રીતે કરી શકે? પરંતુ કર્યા વિના તો કર્મ હોઈ શકે નહીં, તેથી કર્મનો કર્તા કોણ છે એ વિચારતાં એમ લાગે છે કે સત્ત્વ-રજસુ-તમસ્ એ ત્રિગુણાત્મક પ્રકૃતિ કર્મનો બંધ કરે છે. માટે આત્મા કર્મનો કર્તા નથી એમ માનવું ઉચિત છે.
જો તેમ ન હોય તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે એમ માનવું જોઈએ. જેમ કોઈ માણસના શરીરમાં ભૂત-પ્રેતનો પ્રવેશ થયો હોય તો તે માણસ
(અથ
ભાવાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org