Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭)
૪૫૧
વ્યવસ્થા ઘટતી નથી અને લોકવ્યવહાર પણ ઘટી શકતો નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતમાં જ સર્વ વ્યવહાર ઘટે છે અને અવિકલ એવી સકલ બંધ-મોક્ષવ્યવસ્થા ઘટે છે; માટે અનેકાંત જ પ્રમાણભૂત છે. આત્મા એકાંત નિત્ય કે એકાંત અનિત્ય નહીં પણ પરિણામી નિત્ય છે એમ સિદ્ધ થાય છે.
એકાંતવાદીઓ કહે છે કે નિત્ય ધર્મ અને અનિત્ય ધર્મ પરસ્પર વિરોધી છે, તેથી તે બન્ને એક દ્રવ્યમાં હોઈ શકે નહીં. પરંતુ નિત્ય અને અનિત્ય ધર્મ એકસાથે એકમાં ન રહી શકે એવી ભૂલભરેલી માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ સમજાશે નહીં. અને કાંતનો આશ્રય લેતા સમજાશે કે બન્નેમાં વિરોધ નથી. આત્મા પરિણામી ભાવે અનિત્ય છે તથા તે પોતાના અનંત સ્વગુણની સત્તાને મૂળથી ત્રણે કાળે પણ ત્યજતો ન હોવાથી નિત્ય પણ છે. આમ માનવામાં કોઈ વિરોધ આવતો નથી. એ તત્ત્વતઃ અવિરુદ્ધ છે.
આત્માનું સ્વરૂપ એ કાંતે નિત્ય કે એકાંતે અનિત્ય નથી. આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. ચૈતન્યસ્વરૂપી આત્મા નિત્યાનિત્ય છે. આત્મા દ્રવ્યથી ત્રિકાળ નિત્ય છે, તેમજ પરિણમનસ્વરૂપે અનિત્ય પણ છે; અર્થાત્ આત્મા પરિણમન કરનારો એવો પરિણામી નિત્ય છે. આત્મા પર્યાયયુક્ત છે. પર્યાય વિના આત્મા હોતો નથી. આત્મા સદા પર્યાય સહિત હોય છે. આત્મા જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ અનંત પર્યાયવાળો છે. આત્માની પર્યાયો બદલાય છે. આત્મા ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલે છે. આત્મામાં ક્રમે ક્રમે અવસ્થાઓ થયા કરે છે. આત્માનું એક પરિણામ નાશ પામે છે, બીજું પરિણામ ઊપજે છે, પણ દ્રવ્યપણે તો તે ધ્રુવ જ રહે છે. આત્મા સમયે સમયે બદલાય છે, છતાં સ્વભાવ એ ને એ જ રહે છે. આત્મા આવો પરિણામી નિત્ય છે.
આત્મા દ્રવ્ય નિત્ય છે, માત્ર તેની પર્યાયો પલટાયા કરે છે. તે માત્ર પોતાની અવસ્થા બદલે છે. અવસ્થાનો નાશ થાય છે, પણ આત્મા નાશ પામતો નથી. આત્મા નાશવંત નહીં પણ કાયમ ટકનાર તત્ત્વ છે. આત્મા એક શાશ્વત ચેતનતત્ત્વ છે. આત્મા ત્રિકાળવર્તી દ્રવ્ય છે. તેની સ્થિતિ સૈકાલિક છે. તેની અતીત, વર્તમાન અને અનાગત કાળે સ્થિતિ છે.
અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવો આત્મા આત્મતત્ત્વસ્વરૂપે કોઈ પણ કાળે, કોઈનાથી કે કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થયેલો નહીં હોવાથી અને કશાથી પણ વિનાશ પામતો ન હોવાથી અનાદિ-અનંત છે. ચૈતન્યસ્વરૂપી પ્રત્યેક આત્મતત્ત્વનું કોઈ પણ કારણથી, કોઈ પણ કાળે મૂળથી ઉત્પન્ન થવાપણું કે નાશ થવાપણું ન હોવાથી જન્મ, જીવન, મરણાદિ ભાવમાં પણ પ્રત્યેક આત્મા સ્વગુણ સત્તાએ નિત્ય છે. આત્મા પરમ ધ્રુવ પદાર્થ છે, પરંતુ જીવ ભાંતિથી સ્થિર, નિત્ય, ધ્રુવ એવા આત્માને અસ્થિર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org