Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭૦
४४८
છે, કેમ કે જગતમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ શ્રીમંત, કોઈ ગરીબ વગેરે અનેકવિધ વિચિત્રતાઓ પ્રત્યક્ષ જોવા મળે છે. આ સર્વ જીવનાં સ્વકૃત કર્મનું જ ફળ છે. દરેક જીવ પૂર્વે કરેલાં કર્મના ફળ હમણાં ભોગવે છે અને હમણાં જે કર્મ કરે છે તેનાં ફળ ભવિષ્યમાં ભોગવશે. પરંતુ ક્ષણિક એકાંતપક્ષને જો માનવામાં આવે તો કર્મ કરનાર અન્ય, ફળ ભોગવનાર અન્ય, મોક્ષ માટે પ્રયાસ કરનાર અન્ય અને મોક્ષ મેળવનાર અન્ય ઠરે છે. જો એમ ન માનવામાં આવે અને અન્વય માનવામાં આવે તો ક્ષણિકતાનો સિદ્ધાંત ટકી શકતો નથી.
આત્માને સર્વથા ક્ષણિક માનવામાં પ્રત્યભિજ્ઞાન (આ એ જ છે કે જેને મેં પહેલાં જોયું હતું એ પ્રકારનું જ્ઞાન) થઈ શકતું નથી. ‘આ તે જ છે' એવું જ્ઞાન થવા માટે વસ્તુ અને તેને પૂર્વે જોનાર બન્નેની આવશ્યકતા રહે છે, તેથી ક્ષણિક એકાંતપક્ષમાં પ્રત્યભિજ્ઞાન કે સ્મરણ ઘટતું નથી, સ્મરણનો સ્વીકાર કરવામાં આવે તો ક્ષણિકતાનો સિદ્ધાંત ટકતો નથી.
આમ, એકાંત અનિત્ય આત્મા માનવામાં આવે તો તેમાં સુખ-દુઃખ, બંધ-મોક્ષ આદિ વ્યવસ્થા ઘટી શકતી નથી, કારણ કે અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણવિકાસરૂપ માર્ગ પણ કોને પ્રાપ્ત થશે?
જેમ એકાંત અનિત્ય પક્ષમાં દૂષણો આવે છે, તેમ એકાંત નિત્ય પક્ષમાં પણ અનેક દૂષણો આવે છે. જો આત્માને એકાંત નિત્ય માની તેનું પરિણમન માનવામાં ન આવે તો આત્મા સદા એકસરખો રહેશે, તેમાં અવસ્થાભેદ નહીં થઈ શકે. આત્માને પરિણામી, ફેરફાર પામવાના સ્વભાવવાળો માનવામાં ન આવે તો તેને સુખ-દુઃખ, પુણ્ય-પાપ કે બંધ-મોક્ષ કદી પણ ઘટી શકે નહીં.
એકાંત નિત્યવાદીઓ આત્માને કૂટસ્થ નિત્ય માને છે. ફૂટસ્થ નિત્યવાદીના મત અનુસાર આત્માને કર્તુત્વ, ભોસ્તૃત્વ આદિ કાંઈ પણ ઘટી શકતું નથી. જ્ઞાન-ઇચ્છાદિનો જીવની સાથે સંબંધ તે જીવનું કર્તુત્વ છે, સુખ-દુ:ખાદિનો સંબંધ છે જીવનું ભોફ્તત્વ છે અને શરીર, ઇન્દ્રિયાદિનો સંબંધ છે જીવનાં જન્મ, મરણ આદિ છે. આત્માને એકાંત નિત્ય માનવાથી આત્માની સાથે આવો એક પણ સંબંધ ઘટી શકે તેમ નથી. જો આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો આત્મામાં કર્તુત્વ અને ભોસ્તૃત્વ ઘટી શકતાં નથી, તો પછી પરલોકની તો વાત જ ક્યાં રહી? આત્માને એકાંત નિત્ય માનવામાં આવે તો તેમાં કર્તુત્વ ન ઘટી શકે અને તે કર્તા ન હોવા છતાં જો તેમાં પરલોક ઘટી શકતો હોય તો સિદ્ધાત્માનો પણ પરલોક થવો જોઈએ, કારણ કે તે પણ કર્તા નથી. ભોક્તાપણું ન હોય તો પછી પરલોક માનવો જ વ્યર્થ છે, કારણ કે પરલોકમાં જો આત્માને કર્મનું ફળ ભોગવવાનું જ ન હોય તો પછી પરલોકની આવશ્યકતા શી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org