Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૭)
૪૪૩
જગતમાં જે સત્પદાર્થો છે, તેનાં જ આંશિકરૂપે ઉત્પત્તિ અને વિનાશ માનવાં જોઈએ, સર્વથા નહીં. આ પ્રમાણે માનવામાં જ યથાર્થતા છે. આ સિદ્ધાંતને આચાર્યશ્રી જિનભદ્રજીએ ‘વિશેષાવશ્યકભાષ્ય માં સમજાવ્યો છે. દસમા ગણધર શ્રી મેતાર્યના પરલોક સંબંધી સંશયનું જે સમાધાન ભગવાન મહાવીરે કર્યું હતું, તે જણાવતાં કહે છે કે જો ઘટાદિ સર્વથા અસતું હોય, દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તો તેની ઉત્પત્તિ સંભવે જ નહીં. સર્વથા અસત્ની પણ ઉત્પત્તિ હોય તો ખરવિષાણ એટલે ગધેડાના શિંગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ. ખરવિષાણ કદી ઉત્પન્ન થતાં નથી અને ઘટાદિ પદાર્થો કદાચિતું ઉત્પન્ન થાય છે, માટે સર્વથા અસત્ની નહીં પણ કથંચિત્ સત્ની ઉત્પત્તિ થાય છે એમ માનવું જોઈએ. તે જ પ્રમાણે જે સતું છે તેનો સર્વથા વિનાશ પણ નથી થતો. જો સતુનો વિનાશ થતો જ હોય તો ક્રમશઃ બધી વસ્તુઓનો નાશ થઈ જવાથી જગતમાં સર્વોચ્છેદનો પ્રસંગ આવે, માટે વિદ્યમાન પદાર્થનો જ કોઈ એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવો જોઈએ. સમસ્ત દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશની ઘટના ઘટતી હોય છે, પણ વસ્તુનો સર્વથા ઉત્પાદ અને વિનાશ તો માની શકાતો નથી; કારણ કે તેમ માનવામાં આવે તો સમસ્ત લોકવ્યવહારનો ઉચ્છેદ થઈ જાય. જેમ કે રાજપુત્રીને રમવા માટે બનાવેલા સોનાના ઘડાને ભાંગીને રાજપુત્રને રમવા માટે જો સોનાનો દડો બનાવવામાં આવે છે તો ઘડાનો વિનાશ અને દડાની ઉત્પત્તિ થાય છે, પરંતુ સોનું તો સોનારૂપે રહે છે. ન તેનો નાશ થાય છે કે ન તેની ઉત્પત્તિ થાય છે, ફક્ત તેની અવસ્થા બદલાય છે. આ ઘટનાથી રાજપુત્રીને શોક થાય છે તથા રાજપુત્રને આનંદ થાય છે અને સોનાનો માલિક રાજા ઉદાસીન (મધ્ય) રહે છે. સોનામાં કંઈ વધ-ઘટ થઈ નથી. તેના પ્રમાણમાં કોઈ ફરક પડતો નથી, માત્ર પર્યાય (આકાર) જ બદલાય છે. વસ્તુ તેની તે જ રહી છે, માત્ર અવસ્થા જુદી થઈ છે. ઘડો અને દડો બન્ને પર્યાયભેદે ભિન્ન હોવા છતાં સુવર્ણ જ છે, માટે રાજા તટસ્થ રહે છે. રાજાને કોઈ હર્ષ-શોક નથી.'
સોનાના ઘડા પ્રત્યે પક્ષપાત ધરાવનાર તેનો નાશ થતો નીરખીને ખેદ પામે છે, ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૬૮,૧૯૬૯
‘असतो णत्थि पसूति होज्ज व जति होतु खरविसाणस्स । ण य सवधा विणासो सब्बुच्छेदष्पसंगातो ।। तोऽवत्थितस्स केणवि विलयो धम्मेण भवणमण्णेणं ।
वत्थुच्छेतो ण मतो संववहारावरोधातो ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ', ઢાળ ૯, કડી ૩
‘ઘટ મુકુટ સુવર્ણહ અધિઓ, વ્યય ઉતપતિ થિતિ પેખંત રે; નિજ રૂપ હોવઇ હેમથી, દુઃખ-હર્ષ-ઉપેક્ષાવંત રે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org