Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४४६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વસ્તુ તેની તે જ રહે છે એવું સ્પષ્ટ જણાય છે. જ્યાં રૂપાંતર પરિણામ છે ત્યાં આ તે જ વસ્તુ છે એવું ભાન થવું શક્ય છે, પણ અર્થાતરગમનરૂપ વિનાશમાં એ શક્ય નથી.
જ્યારે ઘડો ફૂટી જાય છે અને માટીરૂપે પરિણત થઈ જાય છે ત્યારે તે અર્થાતરગમનરૂપ વિનાશ છે. આમાં ઘડો ઘડારૂપે ન રહેતાં, ઠીકરાંરૂપે કે માટીરૂપે થતો હોવાથી વસ્તુ તેની તે જ છે એવું સ્પષ્ટ જણાતું નથી. આ રીતે રૂપાંતર પરિણામરૂપ વિનાશ અને અર્થાતરગમનરૂપ વિનાશ એમ બે પ્રકારના વિનાશ છે; પરંતુ કોઈ પણ વિનાશમાં દ્રવ્યનો સદંતર વિનાશ થતો નથી.
આમ, પરિવર્તન એ પ્રત્યેક વસ્તુનો સ્વભાવ હોવાથી પરમાણુઓની જુદી જુદી અવસ્થાઓનાં ઉત્પત્તિ અને લય થતાં રહે છે, પરંતુ મૂળ પરમાણુઓનાં ઉત્પત્તિ કે નાશ થતાં નથી. મૂળ પરમાણુઓમાં ક્યારે પણ વધ-ઘટ થતી નથી. જેટલા પરમાણુઓ છે તેમાં એક પણ વધારે કે એક પણ ઓછો થતો નથી. મૂળ પરમાણુઓ જેટલાં છે તેટલાં જ ત્રિકાળ રહે છે. તેની જુદી જુદી રીતે ગોઠવણી થવાથી જુદા જુદા પદાર્થો બને છે. દા.ત. ૧, ૨ અને ૩ના આંકડા લઈએ તો તેમાંથી ૧૨૩, ૧૩૨, ૨૧૩, ૨૩૧, ૩૧૨ વગેરે સંખ્યા બનાવી શકાય છે. તેમાં મૂળ આંક એ જ અને એટલા જ રહે છે, પરંતુ તેની વચ્ચેની ગોઠવણી ફેરવવાથી જુદી જુદી સંખ્યા થાય છે. તેવી રીતે મૂળ પરમાણુઓના અંદર અંદરના વિવિધ પ્રકારના સંયોગથી નવા નવા પદાર્થો ઊપજે છે. તે સંયોગ છૂટા પડતાં તે પદાર્થો નાશ પામે છે. પરમાણુઓના વિયોગથી પદાર્થ નષ્ટ થાય છે એમ કહેવાય છે, પણ મૂળ દ્રવ્ય તે ને તે જ હોય છે.
સર્વ મૂળ દ્રવ્યો સદા - સર્વદા અવસ્થિત છે. એ જેટલાં છે તેટલાં સદા - સર્વદા રહે છે. કોઈ પણ તેનામાં વૃદ્ધિ કે હાનિ કરી શકતું નથી. એક પણ દ્રવ્ય વધતું નથી કે ઓછું થતું નથી, છતાં વિશ્વમાં વૃદ્ધિ-હાનિ થતી સ્પષ્ટ દેખાય છે. આજે જોયલું કાલે જોવા મળતું નથી અને આજે નહીં જોયેલું કાલે નજરે પડે છે; એ સર્વ પરિવર્તન માત્ર છે. સંયોગ-વિયોગના કારણે એ સર્વ થાય છે. જગતમાં અનેક આકારો થયા કરે છે. એક ઊપજે છે અને બીજો વિલય પામે છે. પદાર્થમાત્રમાં પ્રતિસમય પરિવર્તન ચાલ્યા કરે છે. સમયે સમયે થતાં પરિવર્તન તરફ જો દૃષ્ટિ કરવામાં આવે તો સર્વ પદાર્થ ઉત્પત્તિશીલ અને વિનાશમય જણાય, પણ જો એ વાતને એકાંતે પકડી રાખવામાં આવે તો પદાર્થમાત્રમાં જે સ્થાયી તત્ત્વ છે તેનાથી વંચિત રહેવાય. તેથી એકાંતદષ્ટિ છોડી પદાર્થમાં રહેલા સ્થાયી તત્ત્વને પણ જાણવું જોઈએ.
વસ્તુમાં થતા પરિવર્તનનું કારણ દ્રવ્યત્વ ગુણ છે અને વસ્તુની સ્થિરતાનું કારણ અસ્તિત્વ ગુણ છે. વસ્તુમાં રહેલા દ્રવ્યત્વ ગુણના કારણે વસ્તુની અવસ્થાઓ નિત્ય બદલાતી રહે છે. પ્રતિસમયે પર્યાયની ઉત્પત્તિ અને નાશ થાય છે. વસ્તુમાં રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org