Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૯
૪૩૫ જો તર્કની દૃષ્ટિએ તપાસીએ તો પ્રથમ સમયે વર્તતા પદાર્થો નાશ પામે છે એમ કહ્યા પછી શાસ્ત્રકારે બીજા સમયે, ત્રીજા સમયે” એવા શબ્દો કેમ વાપર્યા છે? જો બધા જ પદાર્થો નાશ પામતા હોય તો દરેક પદાર્થ માટે તે સમય પ્રથમ સમય જ હોવો જોઈએ. કોઈને માટે તે બીજો સમય કે ત્રીજો સમય હોઈ શકે જ નહીં.
આમ, આર્ય મહાગિરિજીએ શ્રી અમિત્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સમજ્યા નહીં અને તેમણે પોતાના જ મતનો આગ્રહ ચાલુ રાખ્યો. આ રીતે ઘણા દિવસો સુધી ચર્ચા ચાલી, પરંતુ શ્રી અમિત્ર સમજ્યા નહીં એટલે આર્ય
હાગિરિજીએ તેમને ગચ્છ બહાર કાઢ્યા. પોતાના કેટલાક શિષ્યો સાથે શ્રી અશ્વમિત્ર જુદા પડ્યા અને જુદો વિહાર કરવા લાગ્યા.
વિહાર કરતાં કરતાં એક દિવસ શ્રી અમિત્ર રાજગૃહી નગરી તરફ જતા હતા. રાજગૃહીમાં તે સમયે ખંડરક્ષક નામનો એક શ્રાવક રહેતો હતો. ખંડરક્ષક રાજ્યમાં સિપાઈઓનો ઉપરી હતો. ભગવાન મહાવીરનાં વચનોમાં તે અખૂટ શ્રદ્ધા ધરાવતો હતો. એના કાને શ્રી અશ્વમિત્રના જુદા પડ્યાની વાત આવી હતી. શ્રી અમિત્રને કોઈ વ્યવહારુ યુક્તિપૂર્વક સમજાવવા જોઈએ એમ તેને લાગ્યું. તે માટે તેણે એક યોજના કરી.
શ્રી અશ્વમિત્ર અને તેમના શિષ્યો રાજગૃહી નગરીમાં પ્રવેશ્યા કે તરત સિપાઈઓ તેમને પકડીને ખંડરક્ષક પાસે લઈ આવ્યા. ખંડરક્ષકે પૂછ્યું, ‘તમે કોણ છો?' શ્રી અશ્વમિત્રે જવાબ આપ્યો, “અમે સાધુઓ છીએ. હું અશ્વમિત્ર છું. ખંડરક્ષક! તમે અમને ભૂલી ગયા?' ખંડરક્ષકે કહ્યું, ‘તમે સાધુઓ નથી, પણ સાધુના વેષમાં છુપાયેલા ચોર છો.' અશ્વમિત્રે કહ્યું, “અમે ચોર નથી, સાધુઓ છીએ.” ખંડરક્ષકે પૂછ્યું, “જો સાધુઓ છો તો તમે ક્યારે દીક્ષા લીધી? ક્યાં લીધી? કોની પાસે લીધી?' અશ્વમિત્રે ઉત્તર આપ્યો, “અમે ઘણાં વર્ષો પહેલાં દીક્ષા લીધી છે. મિથિલા નગરીમાં, આચાર્ય મહાગિરિજીના શિષ્ય શ્રી કૌડિન્ય પાસે.' ખંડરક્ષકે કહ્યું, ‘પણ એ તો બધી જૂની વાત થઈ. પ્રત્યેક પદાર્થ પ્રત્યેક સમયે સર્વથા નાશ પામે છે. મિથિલા નગરીમાં દીક્ષા લેનાર તો ક્યારના નાશ પામ્યા. અત્યારે તો તમે સાધુના વેષમાં ચોર છે, માટે તમને સજા થશે.' શ્રી અશ્વમિત્ર પોતાની ભૂલ સમજી ગયા. તેમણે કબૂલ કર્યું, “અમે પર્યાયદષ્ટિએ નાશ પામ્યા હોઈશું, પરંતુ દ્રવ્યદૃષ્ટિએ અમે એ જ છીએ. અમે સાધુઓ જ છીએ, ચોર નથી.'
અંડરક્ષકે શ્રી અશ્વમિત્ર અને તેમના શિષ્યોને મુક્ત કર્યા અને પછી પોતે કરેલી આ યુક્તિ માટે તેમની ક્ષમા માંગી. ત્યારપછી શ્રી અશ્વમિત્ર આર્ય મહાગિરિજી પાસે ગયા અને પોતાની ભૂલ કબૂલ કરી ક્ષમા માંગી. આર્ય મહાગિરિજીએ શ્રી અશ્વમિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org