Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४४०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુસમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરરૂપ નાશ તારે કહેવો હોય તો તે શી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે. (૭૦)
- આ જગતમાં ઘડો નાશ પામે તો ઠીકરાં થાય, પટ નાશ પામે તો ટુકડા ભાવાર્થ
થાય, મકાન નાશ પામે તો ભંગાર થાય - એમ કોઈ પણ પદાર્થ નાશ પામે એટલે તેનું રૂપાંતર થાય છે, પરંતુ તે પદાર્થ મૂળથી નાશ થતો નથી. મૂળ દ્રવ્ય જ અલોપ થઈ જાય એવું કદી પણ બનતું નથી. કોઈ પણ પદાર્થ એક રૂપે નાશ પામી બીજા રૂપે પ્રગટ થાય જ છે, પરંતુ તે સર્વથા વિનાશ પામતો નથી. હવે જો આત્મા વિનાશ પામતો હોય તો તપાસ કરો કે તે નાશ પામીને બીજા કયા રૂપમાં ભળે છે? વિચાર કરતાં જણાશે કે આત્મા કશામાં પણ ભળતો નથી કે કદી તેનો સર્વથા નાશ થતો નથી, પરંતુ તે નિજસ્વરૂપે ટકીને અવસ્થા બદલે છે.
- કોઈ પણ વસ્તુનો ક્યારે પણ કેવળ - સર્વથા નાશ થતો નથી. માત્ર તેનું રૂપાંતર જ થાય છે. જેમ કે માટીનો ઘડો ફૂટવાથી ઘડાનો આકાર નાશ પામે છે, પરંતુ માટીનો નાશ થતો નથી. માટીનાં પરમાણુ જે મૂળ સમૂહમાં હતાં, ઘટાકારે હતાં, તે છૂટાં થયાં પછી પણ તેના તે જ રહે છે. જેમ જડ પદાર્થનો સર્વથા નાશ થતો નથી, તેમ ચેતનનો પણ નાશ થતો નથી. ચેતનનો નાશ થાય છે એમ કહેવામાં આવે તો કયા પદાર્થમાં તે ભળી જશે તેનો વિચાર કરવાથી સ્પષ્ટ સમજાશે કે આત્મા અસંયોગી પદાર્થ છે અને તે રૂપાંતર પામવા છતાં પોતારૂપે જ રહે છે. તે પરસ્વરૂપે રૂપાંતર પામતું નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે ચેતન કોઈમાં ભળતું નથી તેમજ નાશ પામતું નથી, માટે તે નિત્ય છે.
- સમસ્ત વિશ્વનાં જડ-ચેતન દ્રવ્યોનો વૈથિક દૃષ્ટિથી વિચાર કરતાં જગતનો જાપા] એક સનાતન સિદ્ધાંત જણાશે કે જે વસ્તુ વિદ્યમાન છે. તેનો કદી નાશ થતો નથી અને જે વસ્તુ વિદ્યમાન નથી તેની કદી ઉત્પત્તિ થતી નથી. જગતમાં જે ઉત્પત્તિ અને વિનાશ દેખાય છે, તે તો માત્ર પદાર્થોની અવસ્થાઓની ઉત્પત્તિ અને વિનાશ છે; મૂળ પદાર્થોનાં ઉત્પત્તિ અને વિનાશ થતાં નથી.
વિશ્વમાં દરરોજ કંઈક ને કંઈક નવું નવું બને છે, પરંતુ તેનો વિચાર કરતાં ખ્યાલ આવે છે કે પૂર્વે કંઈક હતું તેનું જ રૂપાંતરણ કરીને નવું બનાવવામાં આવ્યું છે. અવિદ્યમાન વસ્તુનું સર્જન કર્યાનો કોઈ અવસર જોવા મળતો નથી. તેથી અસત્ ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org