Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૨
૩૦૭ અર્થાત્ જધન્ય ગુણવાળાં પરમાણુનો કદી સંયોગ થાય નહીં.૧
જ્યાં આ શરતો લાગુ પડતી હોય ત્યાં તે પરમાણુઓનો સ્કંધ બને છે. બે પરમાણુઓના પરસ્પર જોડાવાથી રાષ્ટ્રક સ્કંધ ઉત્પન્ન થાય છે. તેમાં એક પરમાણુ વધુ જોડાવાથી ત્રયણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ પરમાણુમાં એક પરમાણુ જોડાવાથી ચતુરણુક સ્કંધ ઉત્પન્ન થાય છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુના સંઘાતથી ક્રમશઃ સંખ્યાતામુક, અસંખ્યાતાજુક અને અનંતાણુક સ્કંધ ઉત્પન્ન થાય છે.
અહીં ક્રમશઃ એક એક પરમાણુ જોડાય એવો નિયમ નથી. ચણક સ્કંધમાં એકસાથે બે કે તેનાથી વધારે પરમાણુઓ જોડાય તો ત્રયણુક અંધ બન્યા વિના સીધા ચતુરણુક વગેરે સ્કંધ બને છે. તેવી રીતે છૂટા છૂટા ત્રણ, ચાર વગેરે પરમાણુઓ એકીસાથે જોડાય તો ચણક સ્કંધ બન્યા વિના સીધા જ ત્રયક, ચતુરણુક વગેરે સ્કંધ ઉત્પન્ન થાય છે. કોઈ વાર છૂટાં છૂટાં સંખ્યાતા પરમાણુઓ એકીસાથે જોડાવાથી ચણકાદિ સ્કંધો બન્યા વિના સંખ્યાતાણુક સ્કંધ બની જાય છે. એ પ્રમાણે અસંખ્યાતાણુક અને અનંતાણુક અંધ માટે પણ જાણવું.
જ્યાં સુધી પરમાણુના બનેલા સ્કંધોમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના અંશોમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તે સ્કંધોમાં સંયોજિત થયેલો પરમાણું તે સ્કંધોથી છૂટો ન જ પડી શકે એવો કોઈ નિયમ નથી, કેમ કે સ્કંધોમાંથી પરમાણુનાં છૂટાં પડવામાં એ જ એકમાત્ર કારણ નથી. બીજાં પણ કેટલાંક કારણો છે. તેમાંનું જો કોઈ કારણ ઉપસ્થિત થાય તોપણ તે પરમાણુ તે સ્કંધમાંથી છૂટો પડી શકે છે. સ્કંધનું વિઘટન થવાનાં કારણો આ પ્રમાણે છે – ૧) કોઈ પણ સ્કંધ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ રહી શકે છે, એટલે તેટલો કાળ પૂર્ણ થઈ જાય તો તે પરમાણુઓ છૂટાં પડી જાય છે. ૨) બંધ યોગ્ય સ્નિગ્ધતા-રુક્ષતાના ગુણોમાં ફેરફાર થવાથી પણ કંધનું વિઘટન થાય છે. ૩) સ્કંધોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી ગતિથી પણ વિઘટન થાય છે. ૧- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીકૃત, ગોમ્મસાર', જીવકાંડ, ગાથા ૬૧૫
‘णिद्धस्स णिद्धेण दुराहिण्ण लुक्खस्स लुक्खेण दुराहिएण ।
णिद्धस्स लुक्खेण हवेज्ज बन्धो जहण्णवज्जे विसमे समे वा ।।' ૨- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, 'શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ની આચાર્યશ્રી પૂજ્યપાદ
સ્વામીકૃત ટીકા, ‘સર્વાર્થસિદ્ધિ', અધ્યાય ૫, સૂત્ર ૩૩ની ટીકા 'स्निग्धरूक्षत्वात् इति हेतुनिर्देशः । तत्कृतो बन्धो व्यणुकादिपरिणामः । द्वयोः स्निग्धरूक्षयोरण्वोः परस्परश्लेषलक्षणे बन्धे सति व्यणकस्कन्धो भवति । एवं संख्येयासंख्येयानन्तप्रदेशः स्कन्धो योज्यः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org