Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સંસ્કારરૂપ કારણનું અનુમાન થાય છે.
અહીં પ્રાપ્ત થયેલું શરીર તો આ ભવનું છે, પણ આત્માએ પૂર્વના શરીરમાં જે વ્યવહાર કર્યો છે તે અનુસાર કોઈમાં ક્રૂરતાના, કોઈમાં મૂર્ખતાના, કોઈમાં વિદત્તાના - એવા જુદા જુદા ગુણ જોવા મળે છે. સર્પ આદિમાં જન્મથી જ ક્રોધ આદિ પ્રકૃતિની તરતમતા જોવા મળે છે, તેમજ સર્પ અને નોળિયા વચ્ચે, ઉંદર અને બિલાડી વચ્ચે જન્મથી વેર હોય છે; તે સર્વ પૂર્વજન્મનો સંસ્કાર દાખવે છે. સર્પમાં જન્મથી જ ક્રોધનું વિશેષપણું જોવા મળે છે, પારેવામાં જન્મથી જ નિહિંસકપણું જોવા મળે છે, માંકડ આદિમાં ભય સંજ્ઞા વિશેષ જોવામાં આવે છે. આમ, દરેક જીવમાં જુદાં જુદાં લક્ષણોની વિશેષતા જોવા મળે છે, એટલે કે સર્વ જીવમાં ક્રોધાદિનું તરતમપણું જોવા મળે છે અને તેનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે. શ્રીમદ્ લખે છે –
સર્પમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિષે જન્મથી જ નિહિંસકપણું જોવામાં આવે છે, માંકડ આદિ જંતુઓને પકડતાં તેને પકડવાથી દુ:ખ થાય છે એવી ભયસંજ્ઞા પ્રથમથી તેના અનુભવમાં રહી છે, તેથી તે નાસી જવાનું પ્રયત્ન કરે છે; કંઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કંઈકમાં સમતાનું, કંઈકમાં વિશેષ નિર્ભયતાનું, કંઈકમાં ગંભીરતાનું, કંઈકમાં વિશેષ ભયસંજ્ઞાનું, કંઈકમાં કામાદિ પ્રત્યે અસંગતાનું, અને કંઈકને આહારાદિ વિષે અધિક અધિક લુબ્ધપણાનું વિશેષપણું જોવામાં આવે છે; એ આદિ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી તેમ જ તે તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહી જોવામાં આવે છે તેથી તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.'
હિંસાદિ ભાવોની તરતમતા જીવના પૂર્વજન્મના સંસ્કારોને સૂચિત કરે છે. સંસ્કાર એ મતિજ્ઞાનના ધારણા નામના ભેદનો પેટાભેદ છે. મતિજ્ઞાનના ચાર ભેદ છે - અવરહ, ઇહા, અપાય અને ધારણા. જેનો નિર્દેશ કરી શકાય નહીં એવા સામાન્ય જ્ઞાનને અવગ્રહ કહે છે. વસ્તુમાં નહીં રહેલ ધર્મો ગ્રહણ ન કરવા અને રહેલા ધમ ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને ઇહા કહે છે. ગ્રહણ થયેલા ધર્મો તે વસ્તુમાં છે જ અને નહીં રહણ થયેલા ધર્મો તેમાં નથી જ એવું જે ચોક્કસ જ્ઞાન થાય છે તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે - અવિશ્રુતિ, વાસના (સંસ્કાર) અને સ્મૃતિ. અપાય થયા પછી અંતર્મુહૂર્ત સુધી તે જ્ઞાનનો જે ઉપયોગ રહે તેને અવિશ્રુતિ કહે છે. સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનનો જે સંસ્કાર રહે તેને વાસના કહે છે. જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનાં દર્શન વગેરે થવાથી સંસ્કારનો ઉદ્બોધ થઈને જે જ્ઞાન થાય છે તેને સ્મૃતિ કહે છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org