Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ-જ્ઞાનયોગ-અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે.'
અનેક મહાત્માઓને જાતિસ્મરણજ્ઞાન થયેલ છે અને વર્તમાનમાં પણ ક્વચિત્ ક્વચિત્ કોઈને તે જ્ઞાન થાય છે. અનેક મહાત્માઓનાં જીવનમાં જાતિસ્મરણજ્ઞાનના થયેલા અનુભવો વાંચવામાં-સાંભળવામાં આવે છે. શ્રીમદ્ તેમાંનું એક જ્વલંત ઉદાહરણ છે. શ્રીમદ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ્યું હતું. તેમને પોતાના અનેક પૂર્વભવો યાદ હતા. તેમણે સ્વયં પોતાને થયેલ જાતિસ્મરણ જ્ઞાનનો ઉલ્લેખ કરેલો છે.
અનેક મહાત્માઓએ પોતાના પૂર્વભવોનું વર્ણન કર્યું છે. તેના આધારે પૂર્વજન્મ, આત્માની નિત્યતા આદિની પુષ્ટિ થાય છે. જો પૂર્વજન્મ જેવી કોઈ વસ્તુ જ ન હોય તો તે મહાત્માઓ પોતાના પૂર્વભવનું વર્ણન કઈ રીતે કરી શકે? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગબિન્દુ' માં લખે છે કે જાતિસ્મરણ જ્ઞાન ધરાવનારા અનેક મહાત્માઓ થયેલા છે કે જેઓ પૂર્વભવના સ્વરૂપને જાણતા હતા. આના ઉપરથી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક વગેરે વસ્તુઓનો નિશ્ચય થાય છે.
આ કાળમાં પણ ઘણાને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. જેને જાતિસ્મરણશાન થયું હોય છે તેઓ પોતાના પૂર્વજન્મની વાતો કહી સંભળાવે છે. પોતે પૂર્વે ક્યા ભવમાં હતા તે તેઓ કહે છે. પોતે કયા ગામના હતા, પોતાનાં માતા-પિતા કોણ હતા વગેરે પૂર્વજન્મની વાતો તેઓ કરે છે. તેઓ પોતાના પૂર્વજન્મની જે હકીકતો કહે છે તે સત્ય નીકળે છે. આવા તો સેંકડો પ્રસંગો આજે ઉપલબ્ધ થાય છે. વર્તમાન કાળમાં પણ આવી સેંકડો ઘટનાઓ બની છે કે જેની નોંધ વૈજ્ઞાનિકોએ ટાંકી છે. વૈજ્ઞાનિકોએ પૂર્વજન્મના કિસ્સાઓની તપાસ કરીને, તે અંગે સંશોધન કરીને તે પ્રસંગોને નોંધ્યા છે. જૈન સાહિત્યમાં તો અનેક સ્થળે પૂર્વજન્મની વાતો કરવામાં આવી જ છે; અને હવે તો વર્તમાનપત્રો અને સામયિકોમાં પણ તે અંગેની વાતો છપાય છે. આવી ઘટનાઓ વિષે અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ થયાં છે. પૂર્વજન્મની સ્મૃતિની વાતો હવે એક તથ્ય તરીકે સ્વીકારાઈ છે. જાતિસ્મરણજ્ઞાનના આધારે પૂર્વજન્મની સિદ્ધિ થાય છે.
જેમ ક્રોધાદિનું તારતમ્ય જોઈને અનુમાનથી પૂર્વજન્મની સિદ્ધિ થાય છે, તેમ જાતિસ્મરણજ્ઞાનના અનુભવ વડે પણ પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. જેમ અનુમાનથી તેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૦ (પત્રાંક-૬૪) ૨- એજન, પૃ.૩૬ ૧ (પત્રાંક-૪૨૪). ૩- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૬૩
'श्रूयन्ते च महात्मान, एते दृश्यन्त इत्यपि । क्वचित्संवादिनस्तस्मा-दात्मादेर्हन्त निश्चयः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org