Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પરંતુ તે આંખથી જોઈ શકાતો નથી, અર્થાત્ તે ઇન્દ્રિયપ્રત્યક્ષ સિદ્ધ નથી થતો. કોઈના પણ મૃત્યુ સમયે ત્યાં ઉપસ્થિત રહીને જોવામાં આવે તો પણ આત્મા શરીરને છોડીને જતો જોઈ શકાતો નથી.
જો ચૈતન્યને ભૂતજન્ય માનવામાં આવે તો તો માણસ મરવો જ ન જોઈએ, કારણ કે મૃત્યુ પછી પણ ભૂતોની ઉપસ્થિતિ તો છે જ. ચૈતન્યનાં કારણો એવાં ભૂતો ઉપસ્થિત હોવા છતાં પણ ચૈતન્ય ન રહે એ વાત તર્કગમ્ય નથી. ચૈતન્યસ્વરૂપી આત્મા ભૂતજન્ય નથી એ જ તથ્ય બુદ્ધિગમ્ય છે. અનુમાનાદિ પ્રમાણોથી એ તથ્ય સિદ્ધ પણ થાય છે. આમ, આત્મા કોઈ પણ પદાર્થથી જન્ય નથી. કોઈ પણ મિશ્રણથી તે ઉત્પન્ન થતો નથી; તે સ્વતંત્ર, અનુત્પન્ન તત્ત્વ છે.
અમુક રાસાયણિક સંયોજન દ્વારા ચેતના પ્રગટે છે અને રસાયણના વિઘટન સાથે તે નાશ પામે છે એવી માન્યતા વૈજ્ઞાનિકો ધરાવે છે. વિજ્ઞાનની ધારણા એ છે કે કોષ એ ચેતનાનું પ્રાથમિક એકમ છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટાશિયમ મેગ્નેશિયા તથા લોહના ક્ષારો એ કોષના રાસાયણિક ઘટકો છે; અને પ્રોટીન બને છે. કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર (ગંધક), ફૉસ્ફરસના રાસાયણિક સંયોજન વડે.
આ પૃથ્વી ઉપર સૂક્ષ્મ એકકોષી જીવોની ઉત્પત્તિથી માંડીને મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિષે વૈજ્ઞાનિકોનું માનવું એમ છે કે પૃથ્વીનું આજે છે તેવું વાતાવરણ બન્યું એ પહેલાં તેના વાયુમંડળમાં હાઇડ્રોજન, એમોનિયા અને મિથેઇન એ ત્રણ જ હતાં. એ વખતે ઑક્સિજન માત્ર પાણીમાં જ હતો. વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો. આ ત્રણેને એક ટયૂબમાં ભરીને તેને સજ્જડ રીતે બંધ કરી દઈ, તેમાં અસ્ટ્રાવાયોલેટ કિરણોથી ભરપૂર વિદ્યુત તણખા ઝાર્યા. તેના કારણે થયેલી રાસાયણિક પ્રક્રિયા વડે એક અઠવાડિયામાં તેમાં ‘એમિનો ઍસિડ' બન્યાં. તેથી વૈજ્ઞાનિકોએ એક અટકળ બાંધી કે પૃથ્વી ઠરી તે પછી વાતાવરણમાં રહેલ હાઇડ્રોજન, એમોનિયા, મિથેઈન વાયુઓ અને બાષ્પના અણુઓ, વીજળીમાંથી વિકસિત થતાં અસ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે કાર્બનિક અને અકાર્બનિક સંયોજન (કમ્પાઉન્ડમાં પરિણમ્યાં; અને તેથી તેમાંથી ક્રમશ: કાર્બોહાઇડ્રેટ, નાઇટ્રેટ, ફૉર્મલું ડિહાઇડ, એમિનો ઍસિડ જેવા પદાર્થો બન્યા. એમ કરતાં કાળક્રમે પ્રોટીન જેવું જટિલ સંયોજન તૈયાર થયું. વિશિષ્ટ એન્ઝાઇમોની મદદથી પ્રોટીન સક્રિય બન્યું અને જન્મ, વૃદ્ધિ, પ્રજનન આદિ જીવનોપયોગી કાર્યો - વાઈટલ ફંક્શન્સ જેના દ્વારા થાય છે તે ન્યુક્લીક ઍસિડ અસ્તિત્વમાં આવ્યું. એમાંથી ક્રમશઃ વાઇરસ બેટિરિયા જેવા જંતુઓની ઉત્પત્તિ થઈ. આમ, પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ. પછી પૃથ્વીનું વાયુમંડળ જેમ જેમ બદલાતું ગયું, તેમ તેમ અધિક વિકસિત જીવોનું નિર્માણ થતું ગયું. જીવનની શરૂઆત સૌથી પ્રથમ 'અમીબા' જેવા એકકોષીય જીવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org