Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
દૃષ્ટાંતમાં દોષ છે, કારણ કે ધાવડીનાં ફૂલ, ગોળ વગેરે મઘના પ્રત્યેક અંગમાં તો સ્વતંત્ર અવસ્થામાં પણ મદશક્તિ અવ્યક્તપણે રહી જ છે અને સડન-ગલનથી તે ઉત્તેજિત થઈને સમુદાયમાં પ્રગટ થાય છે. ધાવડીનાં ફૂલમાં ચિત્તભ્રમ કરવાની, ગોળ, દ્રાક્ષ, ઈક્ષુરસાદિમાં આથો આવતાં ચિત્તમાં ઉન્માદ પેદા કરવાની શક્તિ છે; અર્થાત્ મદશક્તિ મદ્યોત્પાદક બધાં અંગમાં રહેલી જ છે. પ્રત્યેક અંગમાં માદકપણાનો ગુણ સ્વતંત્રપણે રહેલો જ છે અને તેથી તે અંગો એકત્ર થતાં - મિશ્રિત થતાં મદિરા બને છે, જેને પીવાથી નશો ચઢે છે. આમ, પ્રત્યેક અંગમાં મદ ઉત્પન્ન કરવાનો ગુણ પ્રથમથી જ છે, માટે તેના સમુદાયમાં તે બધાનો સામૂહિક ગુણ ઉત્પન્ન થાય છે, અર્થાત્ મદશક્તિ પ્રગટ થાય છે. પરંતુ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ મહાભૂતોમાંથી કોઈમાં પણ ચૈતન્ય ગુણ સ્વતંત્રપણે નથી. પ્રત્યેક ભૂતમાં ચૈતન્યનો અભાવ હોવાથી તેના સંયોગથી પણ ચૈતન્યની ઉત્પત્તિ સંભવતી નથી, તેથી મદશક્તિની જેમ ભૂતસમુદાયમાંથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એ યુક્તિ યોગ્ય નથી.
ધાવડીનાં ફૂલ, ગોળ આદિમાં મદશક્તિ વિદ્યમાન છે, તેથી જ તે મદશક્તિ તેના સમુદાયમાં ઉત્પન્ન થાય છે. મઘાંગોમાં પણ મદશક્તિ છે જ, માટે જ મદ્યાંગોનો સમુદાય થવાથી મદશક્તિનો આવિર્ભાવ થાય છે. મઘના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન માનવામાં આવે તો જે દોષ ઉત્પન્ન થાય છે, તેને બતાવતાં આચાર્યશ્રી જિનભદ્રજી ‘વિશેષાવશ્યકભાષ્ય'માં કહે છે કે જો મધના પ્રત્યેક અંગમાં મદશક્તિ ન જ હોય તો પછી “મદનાં કારણો ધાવડીનાં ફૂલ વગેરે છે અને અન્ય નહીં' એવો કારણનો નિયમ ન બને અને તેના જ સમુદાયથી મદ ઉત્પન્ન થાય, અન્યના સમુદાયથી મદ ઉત્પન ન થાય' એવો સમુદાયનો નિયમ પણ ન બને. આ નિયમ ન બને તો રાખ, પથ્થર, છાણ વગેરે પદાર્થો મદનું કારણ બની જાય અને ગમે તે પદાર્થોના સમુદાયથી મદશક્તિ ઉત્પન્ન થવી જોઈએ, પણ આવું બનતું નથી; માટે મદ્યના પ્રત્યેક અંગમાં પણ મદશક્તિ માનવી જ રહી. ૧
ધાવડીનાં ફૂલ, ગોળ, દ્રાક્ષ વગેરેના મિશ્રણમાંથી જ કેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે? રાખ, પથ્થર, છાણ આદિમાંથી કેમ ઉત્પન્ન નથી થતી? તેનું કારણ એ જ છે કે ધાવડીનાં ફૂલ, ગોળ આદિના કણ કણમાં મદશક્તિ વ્યાપ્ત હોવાથી તેના સંમિશ્રણમાંથી તે ઉત્પન્ન થાય છે અને રાખ, પથ્થર, છાણ આદિમાં મદશક્તિ નહીં હોવાથી તેના સંમિશ્રણમાંથી તે ઉત્પન્ન થતી નથી. મદ્યોગોમાં મદશક્તિ પહેલેથી તિરોહિતરૂપે પડેલી ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૬૫૪
'जति वा सव्वाभावो वीसुं तो किं तदंगणियमोऽयं । तस्समुदयणियमो वा अण्णेस वि तो भवेज्जा हि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org