Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩પ૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તે પદાર્થોનો નાશ થાય છે. સોનું ઘસાતાં ઘસાતાં અમુક કાળે નાશ પામે છે. સંયોગથી બનેલા પદાર્થો તે સંયોગ છૂટો પડતાં નાશ પામે છે. જે અમુક સંયોગોથી બન્યો હોય તે એ સંયોગો નાશ પામે ત્યારે અવશ્ય નાશ પામે છે, પરંતુ આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી અને જે સંયોગોથી ઉત્પન્ન ન થાય એનો નાશ છે જ નહીં.
આમ, ઘડો આદિ જગતના સર્વ પદ્ગલિક પદાર્થો અમુક કાળ પછી અવશ્ય નાશ પામે છે, તૂટી-ફૂટી જાય છે. રૂપી પૌગલિક પદાર્થો નાશવંત - અમુક કાળવાર્તા છે, પણ અરૂપી આત્મા અજર, અમર, અવિનાશી, શાશ્વત, ત્રિકાળવાર્તા છે. સંયોગથી ઉત્પન્ન થયેલી બધી જ પૌગલિક વસ્તુને કાળમર્યાદા હોય છે, જ્યારે આત્મા સંયોગોથી ઉત્પન્ન થતો ન હોવાથી ત્રિકાળવર્તી છે. ઘડો, કપડું આદિ જડ વસ્તુઓ અનિત્ય છે,
જ્યારે આત્મા નિત્ય છે. આ રીતે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિથી નહીં ઊપજેલો એવો આત્મા નામનો પદાર્થ સ્વભાવસિદ્ધ, સાહજિક અને અનાદિ-અનંત છે એમ ઠરે છે. શ્રીમદ્ અન્યત્ર લખે છે –
‘જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે; અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org