Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેઓ અન્યરૂપે પરિણમતાં નથી. તેઓ બન્ને નિજ નિજરૂપે જ પરિણમે છે. બન્ને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે. અનાદિ કાળની આ મર્યાદા છે.
સમગ્ર બ્રહ્માંડમાં અનાદિ કાળથી જેટલા જીવ છે અને જેટલાં પરમાણુ છે, તેટલાં જ અનંત કાળ સુધી રહેશે. તેમાં એક જીવની કે એક પરમાણુની કદાપિ વધ-ઘટ થશે નહીં, પરંતુ પરમાણુમાં એકઠા થવાનો તેમજ વીખરાવાનો સ્વભાવ હોવાથી પરમાણુઓના સંયોગરૂપ પદાર્થોનાં ઉત્પત્તિ-નાશ થતાં રહે છે, જ્યારે ચૈતન્યસ્વરૂપી આત્મામાં મળવુંવીખરાવું થતું ન હોવાથી તે તો જેમ છે તેમ જ એકરૂપ સદેવ, શાશ્વત કાળ સુધી રહે છે. આત્મામાં પરિણમન થાય છે, પણ તેનો મૂળ સ્વભાવ જેવો છે તેવો એકરૂપ જ રહે છે. પરમાણુઓના સંયોગરૂપ અવસ્થાઓની ઉત્પત્તિ છે તેથી તેનો નાશ પણ છે, અર્થાત્ સંયોગનો વિયોગ થતાં અવસ્થાનો અંત આવે છે; પરંતુ અસંયોગી એવો આત્મા અનુત્પન્ન છે અને તેની સંયોગથી ઉત્પત્તિ થઈ ન હોવાથી તેનો લય કોઈ પણ પદાર્થના વિયોગના કારણે થઈ શકતો નથી. આત્માની ઉત્પત્તિ થઈ ન હોવાથી તેનો નાશ પણ થઈ શકતો નથી. આત્મા નિત્ય પદાર્થ છે.
દેહ અનંત પુદ્ગલપરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓને ગ્રહણ કરીને જીવ દેહની રચના કરે છે. વળી, દેહને ટકાવી રાખવા માટે જીવ આહાર દ્વારા બીજાં પરમાણુઓને ગ્રહણ કર્યા કરે છે. એ જ પ્રમાણે ઘટ-પટ આદિ પદાર્થો પણ પુદ્ગલપરમાણુઓના સંયોગથી ઉત્પન્ન થાય છે. જેનો સંયોગ થાય છે તેનો વિયોગ અવશ્ય હોય છે. તેથી જે દેહની ઉત્પત્તિ પરમાણુઓના સંયોગથી થઈ છે, તે દેહનો નાશ તે પરમાણુઓના વિયોગના કારણે અવશ્ય થાય છે. દેહનો નાશ થઈને તે ફરીથી પુદ્ગલપરમાણુરૂપ થઈ જાય છે, અર્થાત્ પરમાણુરૂપે તે વીખરાઈ જાય છે. ઘટપટાદિ પદાર્થો સંયોગથી ઉત્પન્ન થયા છે, તેનો પણ કોઈક દિવસ અવશ્ય નાશ થાય છે; પરંતુ જે સ્વાભાવિક અસંયોગી છે, તેનો નાશ થવો, અન્ય દ્રવ્યમાં ભળી જવું સંભવિત નથી. આત્મા કોઈ પણ સંયોગથી બનેલો નથી. તેથી આત્મા વીખરાઈ જતો નથી, માટે આત્મા નિત્ય પદાર્થ છે.
આ જગતનો એવો નિયમ છે કે જેની ઉત્પત્તિ છે તેનો નાશ છે. જે બને છે તે બગડે છે. જેનો આદિ છે તેનો અંત છે. જે જન્મે છે તે મરે છે. શરીર ઉત્પન્ન પણ થાય છે અને નષ્ટ પણ થાય છે. શરીર બને પણ છે અને બગડે પણ છે. શરીરનો આદિ પણ છે અને અંત પણ છે. શરીર જન્મ પણ છે અને મરે પણ છે. આમ, શરીર અજર, અમર, શાશ્વત નથી; જ્યારે આત્મા અજર છે, અમર છે, શાશ્વત છે. શરીર સદાકાળ ટકતું નથી, પણ આત્મા ત્રિકાળ ટકે છે. આત્મા અનુત્પન્ન છે, તેથી અવિનાશી છે. તે કોઈ પણ પદાર્થમાંથી, પદાર્થોના મિશ્રણમાંથી બનતો નથી, માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org