Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૬
૩૫૩
થતી નથી. ૧
આમ, જડ દેહ કે માતાનું ચૈતન્ય બાળકના ચૈતન્યના ઉપાદાનકારણરૂપે સાબિત નહીં થતાં એ સિદ્ધ થાય છે કે આત્મા બનાવી શકાય એવી વસ્તુ નથી. આત્મા કોઈ પણ મિશ્રણમાંથી ઉત્પન્ન થતો નથી. આત્મા અનુત્પન્ન પદાર્થ છે. તે સ્વાભાવિક વસ્તુ છે. આત્મા એ કાર્ય કે પરિણામ (effect) નથી, પરંતુ સહજ સ્વાભાવિક દ્રવ્ય છે. આત્મા કોઈ પણ સંયોગથી ઉત્પન્ન થતો ન હોવાથી, પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોવાથી તેનો લય બીજા કોઈ પણ પદાર્થમાં થતો નથી.
કોઈ પણ સંયોગ દ્વારા જે પદાર્થ ઉત્પન્ન થતો ન હોય, એટલે કે પોતાના સ્વભાવથી જે પદાર્થ સિદ્ધ હોય; સ્વતઃસિદ્ધ હોવાથી જે અનાદિ હોય; સ્વભાવનો અંત કોઈ કાળે થતો નહીં હોવાથી જે અનંત હોય; એવા અનાદિ-અનંત પદાર્થનો લય બીજા કોઈ પદાર્થમાં થઈ શકે નહીં, અન્ય પદાર્થમાં મળી જઈ તે પોતાનો સ્વાધીન સ્વભાવ કદી છોડે નહીં. જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય તો તે બીજા પદાર્થમાંથી તેની ઉત્પત્તિ પ્રથમ થવી જોઈતી હતી, નહીં તો તે મૂળ પદાર્થને વિષે તે ઉત્પન્ન પદાર્થની લયરૂપ ઐક્યતા સંભવે નહીં. આત્મા અન્ય પદાર્થમાં લય પામતો હોય તો તેમાંથી તેની ઉત્પત્તિ પહેલાં થવી જોઈએ, નહીં તો તેમાં તેની લયરૂપ ઐક્યતા થાય નહીં. આત્મા અનુત્પન હોવાથી તે અન્ય દ્રવ્યમાં ભળી શકતો નથી, તેથી તેનો વિનાશ પણ થતો નથી. આત્મા ક્યારે પણ ઊપજતો નથી, વીણસતો નથી. આત્મા અનુત્પન્ન અને અવિનાશી છે, અર્થાત્ તે નિત્ય છે.
જડમાંથી ચેતનની ઉત્પત્તિ કોઈ કાળે થાય જ નહીં અને ચેતનમાંથી પણ જડની ઉત્પત્તિ ત્રણે કાળમાં થાય જ નહીં. જડ સદાકાળ જડરૂપે રહે છે અને ચેતન સદાકાળ ચેતનરૂપે રહે છે. જડ ચૈતન્યપણું પામતું નથી અને ચૈતન્ય જડપણું પામતું નથી. જડ પોતાનું જડપણું તજી આત્મારૂપ થતું નથી અને જ્ઞાનાદિ ગુણરૂપ પોતાના સ્વરૂપને તજીને આત્મા જડરૂપ પરિણમતો નથી. દેહાદિ જડને ચિદાનંદ આત્માનો સંયોગ હોય તોપણ તે આત્મારૂપે પરિણમતાં નથી, તેમજ સહજાન્મસ્વરૂપી આત્માને દેહાદિ જડનો સંયોગ હોય તોપણ તે જડરૂપ થતો નથી. તેઓ એકબીજામાં રૂપાંતરિત થતાં નથી. ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૭૨
__'तद्वैलक्षण्यसंवित्तेः मातृचैतन्यजे ह्ययम् ।
सुते तस्मिन्न दोषः स्यान्न न भावेऽस्य मातरि ।।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૮
ર ઢોષ: RI[ Bર્વે વાસનાસંમઘિ ન | भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org