Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ઉપર
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
પદાર્થોનો વિયોગ અવશ્ય થાય છે. ઘટ-પટ આદિ પદાર્થો સંયોગજન્ય હોવાથી તેનો વિયોગ અવશ્ય થાય છે. પરંતુ આત્મા એ કોઈ સંયોગજન્ય પદાર્થ નથી. તે એક સ્વાભાવિક પદાર્થ છે. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, તેથી તેનો નાશ થઈ તે વીખરાઈ જાય કે અન્ય દ્રવ્યરૂપે પરિણમી જાય કે અન્ય દ્રવ્યમાં ભળી જઈ પોતાનો સ્વાધીન સ્વભાવ છોડી દે એમ ક્યારે પણ બનતું નથી. આમ, આત્મા સ્વભાવથી જ અનુત્પન્ન અને અવિનાશી છે. તે ધૃવસ્વભાવી, ત્રિકાળવત, નિત્ય પદાર્થ છે.
આત્માની ઉત્પત્તિ વિષે બે વિકલ્પોની શક્યતા છે. તે કાં તો જડમાંથી વિશેષાર્થ)
૨) ઉત્પન્ન થાય છે અથવા તો ચેતનમાંથી. આત્માની ઉત્પત્તિ જડમાંથી થાય છે એ પ્રથમ વિકલ્પની શક્યતા છે કે નહીં તેનો ઉત્તર ગાથા ૬૪-૬૫માં શ્રીગુરુએ આપ્યો. તેના ઉપર વિચાર કરતાં જણાયું કે આત્મા કોઈ પણ પ્રકારનાં પુદ્ગલો મળવાથી ઉત્પન્ન થઈ શકતો નથી. જેમ રસાયણશાસ્ત્રીઓ હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે મેળવીને કોઈ નવો પદાર્થ બનાવે છે, તેમ આત્માને કોઈ બનાવી શકતું નથી. આત્મા કોઈ પણ પ્રકારના જડ પદાર્થોના મિશ્રણથી કે સંયોગથી ઉત્પન્ન થતો નથી તે ગાથા ૬૪-૬૫ દ્વારા સ્પષ્ટ થતાં એમ સિદ્ધ થાય છે કે જડમાંથી ચૈતન્યની ઉત્પત્તિ કદાપિ સંભવિત નથી. શરીરમાંથી ક્યારે પણ આત્માની ઉત્પત્તિ થતી નથી.
હવે બીજો વિકલ્પ કે ચેતનમાંથી ચેતન ઉત્પન્ન થાય છે એનો વિચાર કરીએ. કોઈ એમ દલીલ કરી શકે કે પુત્રના ચૈતન્યની ઉત્પત્તિનું કારણ માતાનું ચૈતન્ય છે. માતા કારણ છે અને ગર્ભસ્થ બાળક કાર્ય છે. જો આ વાત માનવામાં આવે તો માતાએ જે અનુભવ્યું હોય, તેની વાસના (સંસ્કાર) માતામાં પડી હોય, તે વાસનાનો તેના બાળકમાં સંક્રમ થવો જોઈએ. કારણની વાસનાનો કાર્યમાં સંક્રમ અવશ્ય થતો હોવાથી, કારણરૂપ માતાએ પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવ્યું હોય, તેની વાસના તેનામાં પડી હોય; તે વાસનાનો કાર્યસ્વરૂપ બાળકમાં સંક્રમ થવો જોઈએ અને તેથી બાળકને પણ માતાએ અનુભવેલા પદાર્થનું સ્મરણ થવું જોઈએ. પરંતુ એમ થતું ક્યારે પણ કોઈએ જાણ્યું નથી; તેથી ચેતનથી ચેતન ઊપજે એ વિકલ્પ યોગ્ય ઠરતો નથી. ચેતનમાંથી ચેતનની ઉત્પત્તિ થાય છે એ વિકલ્પનું નિરાકરણ કરતાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે જો માતાનું ચૈતન્ય પુત્રમાં ચૈતન્ય ઉત્પન્ન કરે છે એમ માનવામાં આવે તો માતાનો સમસ્ત અનુભવ ગર્ભસ્થ જીવમાં પણ આવી જવો જોઈએ, અર્થાત્ માતાએ અનુભવેલા વિષયસુખાદિનો અનુભવ, તેના સંસ્કાર, સ્મૃતિ વગેરેનો પ્રવેશ ગર્ભમાં રહેલ પુત્રમાં થવો જોઈએ, કારણ કે ઉપાદાનના ગુણો કાર્યમાં અવશ્ય હોય જ. પરંતુ આમ બનતું નહીં હોવાથી આ માન્યતા સ્વીકાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org