Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને જ ઠેરવવામાં આવે તો આપોઆપ આત્માની નિયતા સિદ્ધ થઈ જાય છે. ‘આત્માનો નાશ થયો’ એ જાણનાર આત્મા જો વિદ્યમાન હોય તો આત્માનો નાશ થયો એમ કઈ રીતે કહી શકાય? માટે ‘આત્માનો નાશ આત્માએ જાણ્યો' એમ બોલતાં જ તે વાત વિપ્ન પામે છે. ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન પોતે જાણે છે એમ માનવું મિથ્યા ઠરે છે.
ચેતનનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તેનાથી જુદો હોય તો જ તે જાણી શકે, નહીં તો તેમ જાણવું સર્વથા અશક્ય છે. ચેતનથી ભિન્ન એવા અન્ય અચેતન જડ પદાર્થો તો જાણી શકતા નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે એવું કહેનાર સપ્રમાણ બોલતા હોય એમ લાગતું નથી.
- શ્રીગુરુ આ ગાથામાં જણાવે છે કે ઉત્પત્તિ તથા લયને જાણનાર પદાર્થ વિશેષાર્થ
1 ઉત્પત્તિ-લય પામનાર એવા જણાવા યોગ્ય પદાર્થોથી ભિન્ન જ હોય છે. જેના જાણવામાં, એટલે કે જેના અનુભવમાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે, તે જાણનારો જેનાં ઉત્પત્તિ અને નાશ થાય છે તે વસ્તુથી જુદો જ હોવો જોઈએ. ઉત્પત્તિ અને લયવાળી અનિત્ય વસ્તુનો જાણનાર તે અનિત્ય વસ્તુથી ભિન્ન હોય તો જ જાણનારને તે અનિત્યતાનો અનુભવ થવા યોગ્ય છે એવો સિદ્ધાંત ન્યાયયુક્ત અને સપ્રમાણ છે. જે જ્ઞાનસત્તા ઉત્પત્તિ અને લયને જાણે છે, તે પોતે ઉત્પત્તિ અને લય ન પામતી હોય તો જ તેને ઉત્પત્તિ-લયનું જ્ઞાન થઈ શકે.
આ સિદ્ધાંત અનુસાર આત્મા અને દેહ એમ બન્નેનાં ઉત્પત્તિ-લયનો વિચાર કરતાં નિત્યાનિત્ય પદાર્થનો વિવેક સ્પષ્ટ થઈ જાય છે – (૧) જો એમ માનવામાં આવે કે ચેતનનાં ઉત્પત્તિ-લય થાય છે તો ઉપરોક્ત સિદ્ધાંત અનુસાર ચેતનનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન કરનાર ચેતનથી જુદો હોવો જોઈએ. તે અનુભવ ચેતનથી ભિન્ન એવા કોઈ પદાર્થને જ આધીન હોઈ શકે, પણ ચેતનથી ભિન્ન અન્ય અચેતન પદાર્થોમાં તો જાણવાની શક્તિ જ નથી, તેથી ચેતનનાં ઉત્પત્તિ અને નાશ થાય છે એવો અનુભવ અચેતન પદાર્થોને થવો ક્યારે પણ સંભવિત નથી. ચેતનથી ભિન્ન એવા દેહાદિ પદાર્થોમાં જાણવાનો સ્વભાવ ન હોવાથી તે તો કદાપિ ચેતનનાં ઉત્પત્તિ-લય જાણી શકતા નથી.
ચેતન પોતે પોતાનાં ઉત્પત્તિ-લયનો જ્ઞાતા થઈ શકે નહીં, કારણ કે ઉત્પન્ન થયા પહેલાં તો તે હતો નહીં, તેથી અભાવ અવસ્થાનો અનુભવ તેને ન થઈ શકે. ચેતનની ઉત્પત્તિ થઈ' એ જાણનાર ચેતન જો વિદ્યમાન હોય તો તેની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય નહીં. વળી, દેહવિયોગે ચેતનનો નાશ થતાં નાશ અવસ્થાનું જ્ઞાન ટકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org