Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૬૩
ભૂમિક
. ગાથા ૬૨માં શ્રીગુરુએ કહ્યું કે દેહ પરમાણુઓનો સંયોગમાત્ર છે. વળી, તે
જ્ઞાન ગુણ વગરનો (જડ), વર્ણાદિ ગુણવાળો (રૂપી) અને જોઈ શકાય એવો (દશ્ય) છે; તો પછી દેહયોગથી આત્મા ઉત્પન્ન થયો અને દેહવિયોગે તેનો નાશ થયો એવું જ કહેવામાં આવે તો તે જાણ્યું કોણે? ચેતનનાં ઉત્પત્તિ-લય કોના અનુભવને વશવર્તી છે?
ગાથા ૬૨માં કરેલા પ્રશ્નનો ઉત્તર વિચારતાં બે વિકલ્પની શક્યતા જણાય છે. જો કદી એમ કહેવામાં આવે કે તેવો અનુભવ દેહને વશ છે, અર્થાત્ દેહ તે ઉત્પત્તિ-લય જાણે છે; તો તે સંભવિત નથી, કારણ કે દેહ જ્ઞાન ગુણરહિત હોવાથી તે આત્માનાં ઉત્પત્તિ-લય જાણી શકે નહીં. શ્રીગુરુએ ગાથા ૬૨ના પૂર્વાર્ધમાં દેહને સંયોગી, જડ, રૂપી અને દેશ્ય કહી; પહેલા વિકલ્પનો ઉચ્છેદ તો પ્રશ્ન કરતાં પહેલાં જ કરી દીધો હતો. હવે શ્રીગુરુ આ ૬૩મી ગાથા દ્વારા બીજા વિકલ્પનું સમાધાન કરે છે.
ચેતનનાં ઉત્પત્તિ-લય ચેતન જાણે છે એ વિકલ્પની અસંભવિતતા બતાવતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે – ગાથા
જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન;
તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.' (૬૩) જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા
વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. (૬૩)
દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન ઠર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે બેની એકતા કેમ થાય? (૬૩) _ આત્મા પોતે પોતાનાં ઉત્પત્તિ-લય જાણે છે એમ કહેવું અયથાર્થ ઠરે છે,
) કારણ કે જે ઉત્પત્તિ પહેલાં ક્યાત હોય અને લય પછી પણ હયાત હોય તે જ કોઈનાં પણ ઉત્પત્તિ-લય જાણી શકે. હવે આત્માનાં ઉત્પત્તિ-લયના જ્ઞાતારૂપે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૧ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org