Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ૪) અન્ય દ્રવ્યનો ભેદ થવાથી પણ સ્કંધનું વિઘટન થાય છે.
અનંતાણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટું પડે તો એક પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. બે પરમાણુ છૂટાં પડે તો બે પરમાણુ ન્યૂન અનંતાણુક સ્કંધ બને છે. એમ પરમાણુઓનો ભેદ થતાં થતાં, અર્થાત્ પરમાણુઓ છૂટાં પડતાં પડતાં અનંતાણુક સ્કંધ અસંખ્યાતાણુક બની જાય. અસંખ્યાતાણુક કે સંખ્યાતાથુક સ્કંધમાંથી ઉપર મુજબ પરમાણુઓ છૂટાં પડતાં પડતાં યાવતું માત્ર બે જ પરમાણુ રહે તો તે કચણુક સ્કંધ બની જાય. જેમ સંઘાતમાં એકીસાથે એક એક પરમાણુ જ જોડાય એવો નિયમ નથી, તેમ ભેદમાં પણ એક એક પરમાણુ જ છૂટો થાય એવો કોઈ નિયમ નથી. અનંતાણુક વગેરે સ્કંધોમાંથી કોઈ વાર એક, કોઈ વાર બે, કોઈ વાર ત્રણ, એમ યાવતું કોઈ વાર એકીસાથે માત્ર બે પરમાણુઓને છોડીને બધાં જ પરમાણુઓ છૂટાં પડી જાય અને તે સ્કંધ કચણુક બની જાય.
જે સમયે સ્કંધમાંથી એક, બે વગેરે પરમાણુ છૂટાં પડે અને તે જ સમયે બીજાં એક, બે વગેરે પરમાણુઓ જોડાય તેને સંઘાત-ભેદ કહેવાય છે. સંઘાત-ભેદ એટલે એક જ સમયે ભેગું પણ થવું અને છૂટું પણ થવું. જેમ કે ચતુરણુક સ્કંધમાંથી એક પરમાણુ છૂટો પડ્યો અને તે જ સમયે બે પરમાણુ જોડાયાં, તેથી ચતુરણુક સ્કંધ પંચાણુક (પાંચ પરમાણુઓનો) સ્કંધ બન્યો. તેવી રીતે ચતુરણુક સ્કંધમાં એક પરમાણુ જોડાયો અને તે જ સમયે તેમાંથી બે પરમાણુ છૂટાં પડ્યાં તો ચતુરણુક સ્કંધ ત્રયણુક સ્કંધ બન્યો. આમ, સ્કંધમાં અમુક પરમાણુ જોડાય અને તે જ સમયે તેમાંથી જેટલાં જોડાયાં, તેટલાં કે વધારે-ઓછાં પરમાણુ છૂટાં પડે તો નવો અંધ બને છે.
આ પ્રમાણે મળવું-વીખરવું, પૂરણ-ગલન જેનો સ્વભાવ છે એવા પુદ્ગલદ્રવ્યરૂપ અનંતાં પરમાણુઓના સંયોગથી આ પુદ્ગલાત્મક દેહનું નિર્માણ થાય છે. માનવદેહનો વિચાર કરવામાં આવે તો માતાના ગર્ભમાં આવેલો જીવ પ્રથમ માતા-પિતાના રજવીર્યરૂપ દારિક વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને દેહની રચના કરે છે. પછી તે જીવ માતાના દેહમાંથી ઔદારિક વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓને નિરંતર ખેંચતો રહે છે અને તેને પોતાના દેહરૂપ પરિણમાવતો રહે છે. જમ્યા પછી ખાદ્ય પદાર્થરૂપે રહેલા
દારિક વર્ગણાનાં પરમાણુઓના નાના-મોટા સ્કંધો તે આહારરૂપે ગ્રહણ કરે છે. આમ, ૧- સરખા પ્રકારના પરમાણુઓના સમૂહને વર્ગણા કહેવાય છે. એવી મુખ્ય આઠ વર્ગણાઓ છે - ઔદારિક વર્ગણા, વૈક્રિય વર્ગણા, આહારક વર્ગણા, તૈજસ વર્ગણા, શ્વાસોચ્છવાસ વર્ગણા, ભાષા વર્ગણા, મનોવર્ગણા તથા કાર્મણ વર્ગણા. મનુષ્ય તથા તિર્યંચને પોતાનો દેહ નિર્માણ કરવા જે પુદગલપરમાણુઓ ઉપયોગી બને છે તે ઔદારિક વર્ગણા કહેવાય છે. આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલપરમાણુઓનો જથ્થો તે દારિક વર્ગણા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org