Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૨
૩૦૫
જે કદી એમ કહીએ, કે ચેતનનાં ઉત્પત્તિલય ચેતન જાણે છે તો તે વાત તો બોલતાં જ વિપ્ન પામે છે. કેમકે, ચેતનનાં ઉત્પત્તિ, લય જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો, એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંતરૂપ અને કહેવા માત્ર થયું; જેમ “મારા મોઢામાં જીભ નથી' એવું વચન કોઈ કહે તેમ ચેતનનાં ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ. (૬૨)
તે આત્મા દેહસ્થિતિ પર્યત ટકનારો પદાર્થ નથી, કારણ કે પરમાણુઓના
] સંયોગરૂપ એવો દેહ આત્મા સાથે ક્ષીર-નીર અથવા અગ્નિ-લોહની જેમ માત્ર સંયોગ સંબંધ રહ્યો છે, તાદાભ્ય સંબંધે નહીં. વળી, દેહ જડ છે, એટલે કે જ્ઞાનસ્વભાવથી રહિત છે; રૂપી છે, એટલે કે વર્ણાદિ સ્વભાવયુક્ત છે; દેશ્ય છે, એટલે કે અન્ય દ્રષ્ટાનો વિષય છે; તો પછી ચેતનની ઉત્પત્તિ થઈ કે તેનો નાશ થયો એવો અનુભવ કોને થયો?
શિષ્ય આત્માની ઉત્પત્તિ જેમાંથી કલ્પી છે એવા દેહનું સ્વરૂપ શ્રીગુરુએ પ્રથમ પંક્તિમાં બતાવ્યું. હવે બીજી પંક્તિમાં શ્રીગુરુ પ્રશ્ન ઉઠાવી શિષ્યને તેની શંકા અંગે વિચાર કરવા પ્રેરણા કરે છે કે આત્માની દેહયોગથી ઊપજવારૂપ ઉત્પત્તિ અને તેનો દેહવિયોગે નાશ પામવારૂપ લય એ કોણે જાણ્યાં? આત્માનાં ઉત્પત્તિ-લય જાણનાર બે દ્રવ્ય જ હોઈ શકે, કાં તો દેહ હોઈ શકે કાં તો ચેતન; કારણ કે લોકમાં બે દ્રવ્ય જ છે - જડ અને ચેતન. આત્માના અસ્તિત્વની સિદ્ધિ અર્થે આપેલા સમાધાનમાં શ્રીગુરુએ જડ અને ચેતન એમ બે જ દ્રવ્યોની સિદ્ધિ કરી હતી અને તેની ઊંડી વિચારણા કરી શિષ્ય તે સ્વીકારી પણ હતી. આમ, ચેતનનાં ઉત્પત્તિ-લય જાણનાર કાં તો દેહ હોઈ શકે કાં તો ચેતન. આ બન્ને વિકલ્પોનો વિચાર કરવા શ્રીગુરુ શિષ્યને પ્રેરે છે, જેથી તેણે કરેલી દલીલ કેટલી સપ્રમાણ છે તે સ્વયં તેને સમજાય. આ બન્ને વિકલ્પોનો વિચાર કરવાથી આત્માનાં ઉત્પત્તિ-નાશનું કથન અનુભવસિદ્ધ નથી, માત્ર કલ્પના છે એમ સિદ્ધ થશે.
- શિષ્ય પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું હતું કે દેહયોગથી આત્માની વિશેષાર્થ
ઉત્પત્તિ થાય છે અને દેહવિયોગથી તે નાશ પામે છે, તેથી આત્મા નિત્ય નથી. આ શંકાને જડમૂળથી ઉખેડી નાખવા શ્રીગુરુ સચોટ સમાધાન આપે છે. શ્રીગુરુ એક પછી એક ન્યાયયુક્ત સમાધાન આપે છે કે જેથી આત્માના અવિનાશીપણા વિષેની શિષ્યની શંકા નિર્મુળ થઈ જાય.
શ્રીગુરુ આ ગાથાની પ્રથમ પંક્તિના પ્રથમ ચરણમાં દેહનું સ્વરૂપ બતાવતાં કહે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૧ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org