Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
વાગોળે છે. મિથ્યા અભિપ્રાયોનું વારંવાર ઘોલન થાય એટલે સત્યનો એક ભ્રમ ઊભો થાય છે. તેને પોતાના ખોટા ખ્યાલો સાચા લાગવા માંડે છે. પોતાનું જૂઠ તેને સત્ય લાગે છે અને તેથી તે સત્ય તરફ ગતિ કરી શકતો નથી. શ્રીગુરુ જીવને તેના અભિપ્રાય કેવા મિથ્યા છે તેનું ભાન કરાવે છે, તેનું જૂઠ જૂઠરૂપે દેખાડે છે. તેઓ જીવના મિથ્યા અભિપ્રાયો તોડાવે છે, ખોટા ખ્યાલો નસાડે છે.
આમ, ગુરુ-શિષ્યના સંવાદરૂપે પ્રયોજેલી આ છ પદની દેશનામાં શ્રીમદે તે ગહન અને ગૌરવવંતી ગુરુ-શિષ્યની પરંપરાનો મહિમા દર્શાવ્યો છે. તેમણે ગુરુ અને શિષ્ય વચ્ચેના ભાવવાહી સંબંધને હૃદયંગમ રીતે ઉપસાવ્યો છે. તેમણે સુશિષ્યનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે નિરૂપ્યું છે. સુશિષ્યના ગુણો કેવા હોય, તેનો સદ્દગુરુ સાથેનો વ્યવહાર કેવો હોય વગેરે અનેક વિષયોને તેમાં ગૂંથી લીધા છે. ગુરુશિષ્યસંવાદની શૈલી અપનાવી શ્રીમદે દર્શાવ્યું છે કે ગુરુ પ્રત્યે બહુમાન ધરાવનાર શિષ્યને તત્ત્વજ્ઞાનનો બોધ સરળતાથી થઈ શકે છે. જે જીવ સતુની પ્રાપ્તિ માટે તૈયાર થઈને પ્રત્યક્ષ સદ્ગુરુના શરણે જાય છે તે અવશ્ય સત્ની પ્રાપ્તિ કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
આત્માના અસ્તિત્વના, જે જે કહ્યા વિચાર; વિચારતાં અંતર વિષે, જણાય છે કંઈ સાર. યુક્તિ સહિત આત્મત્વના, આપે કહ્યા પ્રકાર; ન્યાય સહિત સમજાય છે, યથામતિ સંસ્કાર. બુદ્ધિ બળ અજમાવતાં, આત્માનું અસ્તિત્વ; સંભવ તેનો થાય છે, જૂઠ ઠરે નાસ્તિત્વ. આત્મા છે એ સ્થાન તે, પ્રથમ બતાવ્યું સાર; શ્રદ્ધામાં કંઈ આવતું, અંતર કર્યો વિચાર.'૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૩૩-૨૩૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org