Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અપરિવર્તનશીલ અને નિત્ય નથી. આ જ ક્ષણપ્રવાહમાં પ્રાપ્ત વાસના અનુસાર પૂર્વક્ષણ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરતી પોતાનું અસ્તિત્વ નિઃશેષ કરતી જાય છે. એકત્વ અને શાશ્વતતા ભમ છે. ઉત્તરચિત્તક્ષણનો પૂર્વની ચિત્તક્ષણ સાથે એટલો જ સંબંધ છે કે તે તેનાથી ઉત્પન્ન થઈ છે.
ક્ષણિકતા સિદ્ધ કરતો બૌદ્ધોનો આ મત બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસારમાં કહે છે કે જ્ઞાનક્ષણની પરંપરારૂપ આત્મા છે. તે નિત્ય નથી. આત્માને નિત્ય માનવાથી ક્રમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થક્રિયા ઘટતી નથી. જો આત્મા ક્રમે કરીને અર્થક્રિયા કરતો હોય તો તેના નિત્યપણાની હાનિ થશે, માટે આત્મા અનિત્ય ઠરશે અને જો અક્રમે કરી અર્થક્રિયા કરે છે એમ કહેશો તો એકકાળે સર્વ ક્રિયાઓ થવી જોઈએ.'
બૌદ્ધોના મત અનુસાર આત્મા તો જ્ઞાનક્ષણાવલિ સ્વરૂપ છે, એટલે કે આત્મા જ્ઞાનક્ષણ (પદાર્થ)ની ધારા(સંતાન)સ્વરૂપ છે. જે ક્ષણે આત્મા ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેની સ્થિતિ છે. બીજી ક્ષણે તો તેનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. આવી જે જ્ઞાનક્ષણોની ધારા છે તે જ આત્મા છે, માટે તે નિત્ય નથી એમ બૌદ્ધો કહે છે. તેઓ કહે છે કે કેમ એટલે કાળના વિભાગ વડે ક્રિયા કરવી તે અને અક્રમ એટલે એક જ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી તે. જો આત્માને નિત્ય કહેવામાં આવે તો એ બન્ને વડે અર્થક્રિયા એટલે અર્થરૂપ પોતાની ઉત્પત્તિ, સ્થિતિ અને લયવાળી ક્રિયા અથવા સુખાદિ વેદનાવાળી ક્રિયા ઘટશે નહીં; એટલે યુક્તિથી યોગ્ય ગણાશે નહીં, કેમ કે તેના કારણે નિત્યપણામાં વિરોધ આવશે. પૂર્વે કરવા માંડેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરવો તે કેમ કહેવાય છે. આવા ક્રમથી જો આત્મા અર્થક્રિયા - વિદ્યમાન પદાર્થની ક્રિયા કરતો હોય તો સ્વભાવની હાનિ થાય છે. તે એવી રીતે કે નિત્યવાદીના મતમાં સર્વ પદાર્થોનું નિત્યપણું મનાય છે. તેનું અનુક્રમે ક્રિયા કરવું, એટલે કે પૂર્વે કરવા માંડેલી ક્રિયાના સ્વભાવનો ત્યાગ થાય તે પછી બીજી ક્રિયા કરવાના સ્વભાવનું અસ્તિત્વ સંભવે; પરંતુ તેમ માનવાથી તો પૂર્વક્રિયાના સ્વભાવની હાનિ થાય, એટલે કે નિત્યપણાનો નાશ થાય. આત્મા જો ક્રમથી કાર્ય કરતો હોય તો તો એમ જ સિદ્ધ થાય કે પહેલી ક્ષણે તેનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૮૯,૯૦
'ज्ञानक्षणावलीरूपो नित्यो नात्मेति सौगताः । क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ।। स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ । अक्रमेण च तद्भावे युगपत्सर्वसंभवः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org