Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૬૧
૨૯૫
હતો તે નષ્ટ થયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. તે પણ પછી નષ્ટ થયો અને ત્રીજી ક્ષણે ત્રીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. હવે જો આ રીતે પ્રતિપળ સ્વભાવની હાનિ થયા કરે તો આત્મા આપોઆપ ક્ષણિક જ સિદ્ધ થઈ જાય છે, કારણ કે સ્વભાવ વિના વસ્તુનો સદ્ભાવ હોઈ શકતો નથી. વળી, સ્વભાવની હાનિ એટલે વસ્તુનો સ્વભાવ, જે ક્ષણસ્થાયીપણું છે તેની હાનિ; પૂર્વક્ષણમાં રહેવાના સ્વભાવનો ત્યાગ કરીને નિત્યસ્વભાવને પ્રાપ્ત કરવારૂપ હાનિ; આ પ્રમાણે પણ સ્વભાવની હાનિ થવાથી બીજી ક્ષણમાં તેનું અવસ્તુપણું જ થશે. આમ, આત્માનું ક્ષણિકપણું જ સિદ્ધ થશે. જો અક્રમે કરીને અર્થક્રિયા થતી હોય તો તો પહેલી જ ક્ષણે એકસાથે પૂર્વોક્ત કશા પણ ક્રમ વિના આગળની બધી ક્ષણોનાં કાર્ય (અર્થક્રિયા) થઈ જવાની આપત્તિ આવશે. એકીવખતે એટલે પ્રથમ ક્ષણમાં જ સર્વ સ્થિતિ વગેરે ક્રિયાઓની ઉત્પત્તિ અને અનુભવ થશે અને તેથી બીજી ક્ષણમાં સ્થિતિ વગેરે કોઈ પણ ક્રિયા બાકી રહેશે નહીં. આમ, આત્મા અસત્ થશે અને તેથી પણ ક્ષણિકપણું જ સિદ્ધ થશે. ક્રમથી કે અક્રમથી પણ નિત્ય આત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યકારિત્વ) ઘટતું જ નથી, માટે આત્માને ક્ષણિક માનવો જોઈએ.
કેટલાક દર્શનોની દૃષ્ટિએ મનુષ્યના અંતરમાં બિરાજતું આત્મતત્ત્વ શાશ્વત, અજર, અમર અને નિત્ય છે. બૌદ્ધો આવા કોઈ આત્માનું અસ્તિત્વ હોય એમ સ્વીકારતા નથી. તેમના પ્રમાણે તો સંવેદનો, વિચારો અને ભૌતિક શરીર એ પોતે જ આત્મા છે. બૌદ્ધમત અનુસાર જેને આત્મા કહેવામાં આવે છે તે તો પાંચ વિભાગો અથવા સ્કંધોનો બનેલો છે. આત્મા કે પંચ સ્કંધ અનિત્ય છે, ક્ષણિક છે, સતત પરિવર્તનશીલ છે. પાંચ સ્કંધ આ પ્રમાણે છે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. આ પાંચ સ્કંધોને હવે વિગતવાર સમજીએ.
(૧) રૂપ સ્કંધ (Matter) એ વસ્તુ કે જેમાં ભારેપણું હોય અને જે સ્થાન રોકતી હોય તે રૂપ કહેવાય છે. રૂપ સ્કંધ વિષયોની સાથે સંબદ્ધ એવી ઇન્દ્રિયો તથા શરીરનું વાચક છે. હલન-ચલનની શક્તિઓવાળું અને ઇન્દ્રિયોના સમૂહરૂપી શરીર તે રૂપ સ્કંધ છે. રૂપ સ્કંધમાં શારીરિક (આકાર, વર્ણ વગેરે) તત્ત્વોનો સમાવેશ થાય છે. રૂપ સ્કંધમાં ચાર મહાધાતુ પથવી(પૃથ્વી)ધાતુ, અપો(પાણી)ધાતુ, તેજો(અગ્નિ)ધાતુ અને વાયો(વાયુ)ધાતુ; તથા તેમાંથી નીપજતા દરેક રૂપનો સમાવેશ થાય છે. પથવીધાતુમાં શરીરનો નક્કર અને સખત ભાગ જેવાં કે વાળ, નખ, દાંત, ચામડી, માંસ, હાડકાં, મેદ, આંતરડાં, હોજરી, ફેફસાં વગેરે સમાવેશ પામે છે. અપોધાતુમાં શરીરનો પ્રવાહી જેવાં કે લોહી, પરુ, પ્રસ્વેદ, આંસુ, રસી, થૂંક, લીંટ, મૂત્ર વગેરેનો સમાવેશ થાય છે. તેજોધાતુમાં શરીરનો અગ્નિમય ભાગ જેમ કે શરીરની ગરમી, ખાધેલું જે
ભાગ
-
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org