Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્કંધના સંઘાતથી અતિરિક્ત કંઈ પણ નથી.
આ પાંચે સ્કંધ ક્ષણસ્થાયી છે. તે નિત્ય અથવા કાળાંતર-અવસ્થાયી નથી. પાંચે સ્કંધો ક્ષણે ક્ષણે બદલાય છે. આ સર્વ સ્કંધો ક્ષણિક અને પરિવર્તનશીલ છે. સ્કંધો ક્ષણે ક્ષણે નિરંતર ફરતા જાય છે. આ પાંચ સ્કંધો દરેક ક્ષણમાં ઉદ્ભવી નાશ પામતા જાય છે. પરિવર્તન પામતાં આ સ્કંધોથી અતિરિક્ત કોઈ સ્થાયી, નિત્ય આત્મતત્ત્વ નથી એમ તેમનું માનવું છે.
આમ, બૌદ્ધો ક્ષણિકવાદને માનતા હોવાથી તેમના મત પ્રમાણે કોઈ પણ વસ્તુની સત્તા સ્થાયી હોતી નથી. તેમાં સતત પ્રવાહમાનતા, અવિરત પરિવર્તનશીલતા જ હોય છે. ક્ષણિકવાદ મુજબ પ્રત્યેક વસ્તુ ક્ષણભંગુર છે. શિષ્ય પ્રસ્તુત ગાથામાં ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાની અપેક્ષાએ કરેલી દલીલમાં બૌદ્ધ દર્શનના આ ક્ષણિકવાદનો પ્રભાવ સ્પષ્ટપણે દષ્ટિગોચર થાય છે.
શિષ્ય પરિવર્તનશીલ પદાર્થોથી અતિરિક્ત એવા કોઈ સ્થાયી દ્રવ્યનો સ્વીકાર કરતો નથી. તે કહે છે કે વસ્તુ ક્ષણિક છે અને તે ક્ષણે ક્ષણે પલટાય છે. વિશ્વની સર્વ વસ્તુઓ અનિત્યસ્વભાવી છે, અવશ્ય નાશ પામનારી છે. સર્વ વસ્તુ ફેરફાર થવો' એ અબાધિત નિયમને આધીન છે. જગતના બધા પદાર્થો ક્ષણે ક્ષણે રૂપાંતર પામ્યા કરે છે. દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. દરેક ક્ષણે પરિવર્તન નીપજે છે. અવિરત પરિવર્તન પ્રક્રિયા સર્વમાં ચાલે છે. દરેક ચીજ હંમેશાં બદલાતી જાય છે અને તે એક ક્ષણથી બીજી ક્ષણમાં, એટલે કે બે પાસે પાસેની ક્ષણમાં સમાન હોતી નથી. આમ, જગતમાં જે પદાર્થો દૃષ્ટિગોચર થાય છે તે સર્વ અનિત્ય છે, વિનાશી છે, પરિવર્તનશીલ છે. દરેક વસ્તુ અસ્થાયી, ક્ષણિક છે. તે ક્ષણમાં નાશ પામી જનારી છે. તે ઉત્પન્ન થયા પછી બીજી જ ક્ષણે નાશ પામે છે. વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે ઊપજનાર છે અને નાશ પામનાર છે.
શિષ્યને બધી વસ્તુઓ નાશ પામનારી, ક્ષણિક લાગે છે. શિષ્યને તેની ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થા નજરે દેખાય છે અને એ અનુભવ ઉપરથી તે નિત્ય જણાતી નથી. તેને લાગે છે કે જેમ બધા પદાર્થો ક્ષણિક છે, તેમ આત્મા પણ ક્ષણિક છે. શિષ્ય આત્મતત્ત્વની નિત્ય સત્તાનો સ્વીકાર કરતો નથી, ક્ષણિકતાના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. બૌદ્ધમતના ક્ષણિકવાદના પ્રભાવથી થયેલી શિષ્યની આ માન્યતા દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
“ચત્ ક્ષષ્ઠિ તત્ સત' - જે ક્ષણિક તે સત્ એમ વસ્તુના સ્વરૂપની વ્યાખ્યા પ્રમાણે આત્મા પણ ક્ષણવર્તી સત્વ - અસ્તિત્વ ધરાવતી ક્ષણિક અનિત્ય વસ્તુ છે, -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org