Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અથવા જાણવા યોગ્ય નથી. તેને એવું જ્ઞાન નથી કે હું જાણું અને તમને જણાવું' . આત્માના કારણે તે પ્રકાશિત પદાર્થો જણાય છે, સ્પષ્ટ ભાસે છે. ગમે તેવો ઝળહળતો સૂર્ય હોય પણ આત્મા ન હોય તો એને કોણ જાણી શકે? બધા પદાર્થો આત્માના ચૈતન્ય ગુણના કારણે આત્મામાં પ્રકાશે છે.
આ જ્ઞાન ગુણ જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. જ્ઞાન ગુણ અજીવમાં હોતો નથી. એવું નથી કે જ્ઞાન ગુણ જીવ અને અજીવ બન્નેમાં સ્વતંત્રપણે વ્યાપેલો છે. એ ગુણ માત્ર જીવનો જ છે. અજીવમાં તેનું હોવું સર્વથા અસંભવિત છે. દ્રવ્યોમાં બે પ્રકારના ગુણ હોય છે - સામાન્ય અને વિશેષ. સામાન્ય ગુણ બધા દ્રવ્યોમાં પ્રાપ્ત થાય છે, પરંતુ વિશેષ ગુણ જે દ્રવ્યનો હોય છે તેમાં જ અસામાન્યપણે રહે છે, બીજા દ્રવ્યમાં કદાપિ પ્રાપ્ત થતો નથી. જ્ઞાન એ જીવદ્રવ્યનો અસાધારણ ગુણ છે, તેથી તે જીવદ્રવ્ય સિવાયના અન્ય દ્રવ્યમાં ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતો નથી.
જ્ઞાન ગુણના કારણે જીવ અજીવથી જુદો પડે છે. જ્ઞાન ગુણની વિદ્યમાનતાઅવિદ્યમાનતા અનુસાર જગતનાં દ્રવ્યોને જીવ-અજીવ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ચૈતન્ય જેનો સ્વભાવ છે, અર્થાત્ જે જ્ઞાનસ્વભાવી, ઉપયોગાત્મક અમૂર્ત પદાર્થ છે તે જીવ છે. ચેતનાનો અભાવ જેનું લક્ષણ છે, અર્થાત્ જ્ઞાનરહિતપણારૂપ ચિહ્ન વડે જે જણાય છે તે અજીવ છે. અજીવદ્રવ્યમાં મૂર્ત-અમૂર્ત એમ બે પ્રકાર છે.
અજીવમાં એકમાત્ર પુદ્ગલાસ્તિકાય મૂર્તિ છે, અર્થાત્ તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણયુક્ત છે અને અન્ય ચાર અજીવ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ અમૂર્ત જડ દ્રવ્યો છે. જીવ-અજીવનાં લક્ષણોની સ્પષ્ટતા કરતાં ‘સમયસારનાટક'માં પંડિત શ્રી બનારસીદાસજી લખે છે –
'समता रमता उरधता, ज्ञायकता सुखभास । वेदकता चैतन्यता, ए सब जीव विलास ।। तनता मनता वचनता, जड़ता जड़ संमेल ।
પુતા સુતા અમનતા, .ની રે વેસ્ટ !' અહીં જણાવ્યા પ્રમાણે રાગ-દ્વેષરહિત વીતરાગભાવ, લીનતા, ઊર્ધ્વગામિતા, જ્ઞાતાપણું, સહજ સુખનો અનુભવકર્તા, સુખ-દુ:ખનો વેદક તથા ચૈતન્યતા એ બધાં જીવનાં લક્ષણો છે તથા મનરૂપ, વચનરૂપ, કાયારૂપ ધારણ કરવાપણું, અચેતનતા, એકબીજા સાથે મળવું, હલકા અને ભારેપણું, તેમજ ગતિ કરવાપણું એ બધાં અજીવ(પુદ્ગલ)નાં ૧- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', ઉત્થાનિકા, દોહા ૨૬, ૨૭
જુઓ : દોહા ૨૬ ઉપર શ્રીમદ્દનું વિવેચન, ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૭-૩૬૯ (પત્રાંક-૪૩૮)].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org