Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પરંતુ અંદરનો દોરો મૃદુ અને નિર્મળ હોય છે; તેમ અત્યંત અપવિત્ર એવાં રક્ત, ચામડું, માંસ, હાડકાં આદિવાળા શરીરમાં રહેવા છતાં પણ આત્મા પોતે તો અત્યંત પવિત્ર જ છે.
- વાદળાંઓની પાછળ રહેવા છતાં પણ તેની સાથે એકમેક ન થઈને જેવી રીતે સૂર્ય નિર્મળ રહે છે, તેવી રીતે મલિન દેહમાં રહેવા છતાં પણ આત્મા પોતે નિર્મળ રહે છે. સૂર્ય વાદળાંથી ઢંકાયેલો હોવા છતાં પ્રકાશે છે, તેમ બહારથી મલિન શરીરથી ઢંકાયેલો નિર્મળ આત્મા અંદર પ્રકાશે છે. જ્ઞાન જ આત્માનું શરીર છે. જ્ઞાન જ આત્માનું સ્વરૂપ છે.
આમ, આત્મા શરીરથી ભિન્ન છે. શરીર તે આત્મા નથી. અહીં એ ધ્યાન રાખવું ઘટે છે કે જ્યાં સુધી આત્મા દેહમાં રહેલો છે, ત્યાં સુધી આત્માને દેહથી સર્વથા જુદો કહી શકાય નહીં. જ્યાં સુધી આત્મા અને દેહનો સંયોગ છે, ત્યાં સુધી આત્મા અને દેહ કથંચિત્ એકરૂપ છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘ધર્મબિન્દુ'માં જણાવે છે કે જો આત્મા દેહથી સર્વથા ભિન્ન હોય તો સ્પર્શ કરેલા વિષયનો અનુભવ ન થાય. વળી, તે અનુભવથી જે અનુગ્રહ થાય - અનુભવનું જે ફળ મળે તે પણ નિરર્થક થાય છે. ૧
જો દેહથી આત્મા સર્વથા ભિન્ન હોય તો શયા, આસન વગેરે ઇષ્ટ વસ્તુનો અને કાંટા, અગ્નિની જ્વાલા વગેરે અનિષ્ટ વસ્તુનો દેહ વડે સ્પર્શ કરેલો જે સ્પર્શેન્દ્રિયનો વિષય, તેનો અનુભવ ભોગી પુરુષને થાય નહીં; એક વ્યક્તિ શય્યા વગેરે ભોગની સામગ્રીનો સ્પર્શ કરે તો તેના અનુભવની પ્રતીતિ બીજી વ્યક્તિને થતી નથી, અર્થાત્ એક ભોગવે અને તેનો અનુભવ બીજાને થાય એમ બનતું નથી; તેમ દેહ અને આત્મા સર્વથા જુદા હોય તો દેહે ભોગવેલાનો અનુભવ આત્માને ન થાય, માટે જ્યાં સુધી આત્મા દેહ સહિત છે, ત્યાં સુધી આત્મા દેહથી સર્વથા જુદો ન કહેવાય. વળી, આત્મા દેહથી સર્વથા ભિન્ન છે એમ માનવામાં આવે તો પુષ્પમાળા, ચંદન વગેરે ભોગસામગ્રીથી દેહને જે અનુગ્રહ થાય છે તે નિરર્થક થાય છે; એટલે કે તે ભોગસામગ્રીથી જીવને કોઈ અનુભવ થાય નહીં, તેને સંતોષરૂપ ફળ મળે નહીં, કારણ કે દેહથી આત્માનું અત્યંત ભિનપણું છે. અહીં ઉપલક્ષણથી નિગહનું પણ નિરર્થકપણું જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે જો દેહ અને આત્મા સર્વથા ભિન્ન હોય તો પુષ્પમાળા વગેરે ઇષ્ટ પદાર્થ વડે આત્માને જે સુખ જણાય છે તે નિષ્ફળ થાય અને અગ્નિના દાહ વગેરેથી આત્માને જે દુ:ખ થાય છે તે પણ નિષ્ફળ થાય, માટે દેહ અને આત્મા સર્વથા ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકત, ‘ધર્મબિંદુ’, અધ્યાય ૨, શ્લોક ૫૯,૬૦
‘તથા-fમન્ન ઇવ ટેટાન્ન અટવેનકિતિ || તથા-નિરર્થવનુઢ રૂત |’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org