Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શરીર જુદાં જ છે. જો તેમ ન હોય તો જીવ ચાલ્યો ગયો, હવે શરીરને બાળી મૂકો' આવો શબ્દપ્રયોગ લોકો કરે છે તે ન સંભવે. વળી, શરીર અને જીવનાં લક્ષણો પણ જુદાં છે. આથી શરીર એ જ જીવ કેમ સંભવે? તે બન્નેને જુદાં જ માનવાં જોઈએ. શરીર જડ છે અને આત્મા જ્ઞાનગુણયુક્ત છે, તેથી લક્ષણભેદે બન્ને ભિન્ન સિદ્ધ થાય છે. આમ, જીવ શબ્દ આત્માને સાબિત કરે છે. ઇટાદિ શબ્દની જેમ જીવ એવું પદ શુદ્ધ છે અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે અને જીવ શબ્દનો અર્થ શરીર થઈ શકતો નથી, કેમ કે શરીરના પર્યાય શબ્દોમાં જીવ નથી. ૧
આમ, આત્માના અસ્તિત્વ વિષેના સમાધાનની અંતિમ ગાથામાં શ્રીગુરુ કહે છે કે આત્માના અસ્તિત્વ વિષે શંકા આત્મા પોતે કરે છે. સંશય એ જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને વિષે જ હોય, શરીરને વિષે હોતું નથી; કેમ કે મૃતક શરીરમાં તે જોવામાં આવતું નથી, તેથી આત્મા જ આત્મા વિષે શંકા કરે છે. સંશયકર્તારૂપે તથા સંશયની વિષયભૂત વસ્તુરૂપે આત્માની સિદ્ધિ થતાં આત્માના અસ્તિત્વ સંબંધી શંકાનો કોઈ અંશ બાકી રહેતો નથી. જે શંકા કરે છે તે જ આત્મા છે, તે જણાતો નથી એ અમાપ આશ્ચર્યની વાત છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
શંકાનો કરનારો તે જ આત્મા છે, એ એ શંકાનો છેદ જ ઉડાવી દીએ છે અને આત્માના હોવાપણાની શંકા જ જ્યાં રદ થાય છે, ત્યાં તે શંકાની ભૂમિકા પર ઊભી થયેલી ‘મિથ્યા મોક્ષ ઉપાય' - એ આદિ ઉત્તર શંકા આપોઆપ જ રદ થાય છે - નિર્મળ થાય છે. મૂરું નાસ્તિ તો શારવા? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય? એટલે “આત્મા છે નહીં' એ મૂળ શંકાનું “આત્મા છે' એમ સાંગોપાંગ સર્વ સમાધાન કરવામાં આવતાં, એ “અંતર શંકા તણો, સમજાવો સદુપાય' - એ હારી અંતરશંકાનો સત્ ઉપાય સમજાવી દેવામાં આવ્યો....*
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે – ૧- જુઓ : (૧) આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૭૫, ૧૫૭૬
'जीवोत्ति सत्थयमितं सुद्धत्तणतो घडाभिधाण व । जेणत्थेण सयत्थं सो जीवो अध मती होज्ज ।। अत्थो देहो च्चिय से तं णो पज्जायवयणभेतातो ।
णाणादिगुणो य जतो भणितो जीवो ण देहोत्ति ।।' (૨) ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૮૭
'शुद्धं व्युत्पत्तिमज्जीवपदं सार्थं घटादिवत् ।
तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ।।' ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org