Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ આઠે સ્પર્શી પુદ્ગલમાં રહે છે અને તેને જાણવા માટે સ્પર્શેન્દ્રિયની આવશ્યકતા રહે છે. પુદ્ગલ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં સ્પર્શ ગુણ નથી, માટે તે દ્રવ્યોમાં વજન પણ નથી. આત્મા અને પુદ્ગલ એ બને પરસ્પર અત્યંત વિરુદ્ધ પદાર્થ છે. પુદ્ગલ જડ છે,
જ્યારે આત્મા ચેતન છે; પુદ્ગલ મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. આત્માનો ચૈતન્ય ગુણ પુદ્ગલમાં નથી, તેમ પુદ્ગલનો મૂર્તતાનો ગુણ આત્મામાં નથી. આત્મામાં મૂર્તિતા નથી, તેથી સ્પર્શ નથી અને તેથી વજન નથી. કોઈ વસ્તુનો જ્યાં સુધી સ્પર્શ ન થાય અથવા તો તે કોઈ પ્રકારે પકડમાં ન આવે ત્યાં સુધી તેનું વજન નથી થઈ શકતું; તો પછી અમૂર્ત ચૈતન્યમય આત્મા, જે પુદ્ગલથી સર્વથા ભિન્ન છે અને જેનો સ્પર્શ નથી થઈ શકતો કે જેને કોઈ પ્રકારે પકડી નથી શકાતો, તેનું વજન કઈ રીતે થઈ શકે? આત્મામાં વજન નથી, તેથી સજીવ શરીર અને મૃત શરીરનું વજન એકસરખું હોય છે. (૫) પ્રદેશી રાજા - આત્માની શોધ માટે મેં એક વખત દેહાંતદંડની શિક્ષા પામેલા એક ચોરના જીવંત શરીરના નાના નાના ટુકડા કરાવીને તે દરેક ટુકડામાં આત્માની ઘણી તપાસ કરાવી, પણ એક પણ ટુકડામાં મને આત્મા જોવા મળ્યો નહીં. મેં તેના કટકે કટકા કરી જોયું તો તેમાં મને કોઈ સ્થળે જીવ દેખાયો નહીં. તેથી એ સિદ્ધ થયું કે શરીરમાં આત્મા કશે પણ હોતો નથી. આત્મા નામનો કોઈ પદાર્થ નથી. આના ઉપરથી આત્મા અને શરીર અલગ નથી એ મારી ધારણા પુષ્ટ થઈ. શ્રી કેશી સ્વામી - શરીરના ટુકડા કરાવવા અને તેમાં તપાસ કરવી એ કાંઈ આત્માને જાણવાનો ઉપાય નથી. એ તો મૂર્ખ કઠિયારા જેવી ચેષ્ટા છે. એક વખત કેટલાક કઠિયારા વગડામાં લાકડાં કા'વા ગયા. તેમણે પોતામાંના એક કઠિયારાને એક જગ્યાએ બેસાડી કહ્યું કે ભાઈ, તું અહી બેસજે . આ અરણીના લાકડામાંથી અગ્નિ સળગાવી ભોજન તૈયાર કરજે, અમ બધા લાકડાં કાપીને આવીશું ત્યારે અમારા લાકડામાંથી તને ભાગ ના પીશું. આમ કદી બીજ બધા લાકડાં કાપવા ગયા. પછી તે કઠિયારાએ રસોઈન માટે અગ્નિ મેળવવા અરણીના લાકડાના કટકે કટકા કરી નાંખ્યા, પણ તેમાંથી તેને અગ્નિ મળી શક્યો નહીં. બધા કઠિયારા લાકડાં કાપી ત્યાં આવ્યા અને તે કઠિયારાને અરણીના લાકડાના કટકા કરતો તથા તેમાં અગ્નિ શોધતો જોઈ હસી પડ્યા. પછી તેમણે પોતાના હાથે અરણીના લાકડાને પરસ્પર ખૂબ ઘસી, અગ્નિ ઉત્પન્ન કરી રસોઈ બનાવી.
હે રાજન! અરણીના લાકડામાં અગ્નિ વિદ્યમાન છે એ વાત જગત્મસિદ્ધ છે, પણ અગ્નિને શોધવા માટે તેના નાના નાના ટુકડા કરીને અગ્નિ જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તેમાં અગ્નિ જોવા મળતો નથી. અરણીના લાકડામાં અગ્નિ સૂક્ષ્મરૂપે રહેલો હોય છે. તે અગ્નિને જોવા માટે તે લાકડાનો ઝીણામાં ઝીણો ચૂરો કરીને તપાસ કરવામાં આવે તોપણ અગ્નિ દેખાતો નથી. જો આંખથી જોઈ શકાય તેવા મૂર્ત પદાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org