Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આત્માને ઓળખાવવા માટે કોની ઉપમા આપી શકાય? કોઈની નહીં, કારણ કે આત્મા જેવો તો આ જગતમાં બીજો સમાનધર્મી કોઈ પદાર્થ જ નથી. જગતમાં બે જ તો દ્રવ્ય છે. એક જડ અને બીજું ચેતન. ચેતનને જડની ઉપમા તો ન જ અપાય, છતાં પણ એકદેશીય સાદશ્યની ઉપમા આપવા માટે આત્માને એક અંશમાં વાયુ સાથે સરખાવી શકાય. આત્માની સરખામણી વાયુ સાથે કરી શકાય. વાયુ જોઈ શકાતો નથી છતાં પણ હલતાં કપડાં, ફરકતી ધજા, પેટમાં થયેલા ગેસથી જેમ વાયુની હયાતી સ્વીકારવામાં આવે છે; તે જ પ્રમાણે અનુકૂળ-પ્રતિકૂળ નિમિત્તોમાં ગમતા-અણગમતા પ્રસંગો તથા પદાર્થો પ્રત્યે જાગતા ક્રોધ, માન, ક્ષમા, પ્રેમ, સ્નેહ, દ્વેષ, તિરસ્કાર વગેરે વિવિધ ભાવો, દુ:ખ કે આનંદની ઝલક મુખ ઉપર દેખાઈ આવે છે, જેનાથી આત્મા છે એમ મનાય છે. આત્માની અનુપસ્થિતિમાં હર્ષ, શોક, ક્રોધ, ક્ષમાદિની કોઈ લાગણી મૃતકના મુખ ઉપર નથી દેખાતી. આમ, મુખાદિ ઉપર દેખાતા ભાવો દ્વારા તે શરીરમાં આત્મા છે જ એ સ્પષ્ટ જણાય છે. આત્મા જોઈ શકાય એવો પદાર્થ નથી, પરંતુ આનંદ-શોક આદિની મુખ ઉપર અંકિત થયેલી રેખાઓ ઉપરથી આત્માની હયાતી સમજી શકાય છે. જેમ હલતાં કપડાં, પાંદડાં, ફરકતી ધજાની પાછળ હવા છે; તેમ ક્રોધ, ક્ષમા, પ્રેમ, દ્વેષ આદિની પાછળ આત્મા જ છે. તેથી ઉપમાન પ્રામાણ્યમાં હવાની સાથે આત્માની એકદેશીય તુલના કરવામાં આવી છે. આમ, ઉપમાનપ્રમાણથી આત્મા સિદ્ધ થાય છે.
(૫) અર્થપત્તિપ્રમાણથી આત્માની સિદ્ધિ
જાડો દેખાતો દેવદત્ત દિવસે નથી ખાતો. દિવસે નથી ખાતો છતાં તે જાડો છે આમાં ન ખાવાપણું અને જાડાપણું બે સાથે સંભવે જ નહીં. જો તે દિવસે ન ખાતો હોય તો જરૂર રાત્રે ખાતો હશે એ અર્થપત્તિથી સિદ્ધ થાય છે. દિવસે નહીં જમનાર દેવદત્ત પુષ્ટ છે અને ભોજન વિના પુષ્ટતા હોઈ શકતી નથી, માટે તે રાતના ભોજન કરતો હશે; તેમ મૃત્યુ પછી શરીરનું હલન-ચલન બંધ થતાં અર્થપત્તિથી આત્મા સાબિત થાય છે. મૃત્યુ પછી જરા પણ હલન-ચલન ન કરી શકનારા શરીરમાં, મૃત્યુ પૂર્વે જે હલન-ચલન દેખાય છે તે આત્માની સત્તા વિના સંભવી જ ન શકે; માટે મૃત્યુ પહેલાં શરીરમાં આત્મા હતો એ અર્થોપત્તિથી સિદ્ધ થાય છે.
૨૦૪
આ પ્રમાણે આત્મા પ્રત્યક્ષાદિ પાંચે પ્રમાણોથી સિદ્ધ થાય છે. જ્ઞાનલક્ષણયુક્ત આત્મા સર્વ પ્રમાણોથી સિદ્ધ થાય છે. આત્મા પ્રમાણસિદ્ધ છે, માટે તેનો સદ્ભાવ માનવો જોઈએ. કોઈ પણ પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ થતી નથી' એ હેતુ ‘આત્મા નથી' એ પક્ષનો ધર્મ બની શકતો નથી. એ હેતુ અસિદ્ધ થઈ જાય છે. અસિદ્ધ હેતુ એ હેત્વાભાસ કહેવાય છે, તેથી તેના વડે સાસિદ્ધિ થઈ શકતી નથી. આત્મસાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org