Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
શકાય છે. જીવના આચાર અને વિચાર ઉપરથી જાણી શકાય કે આ રાગી છે અને આ નીરાગી છે. રાગનાં સાધનો પ્રત્યે રસ ધરાવતા હોય તે રાગી છે એમ જાણી શકાય છે. એ જ પ્રમાણે કોઈનું અનિષ્ટ કરવાની પ્રવૃત્તિ ઉપરથી દ્વેષ જાણી શકાય છે. પોતાનું સહેજે પણ કોઈ અનિષ્ટ કરે અથવા તો પોતાનો સ્વાર્થ સધાતો ન હોય તો તરત જ હેપી તેનો બદલો લેવા તત્પર બને છે. જો કોઈ પ્રતિકાર કરવા અશક્ત હોય અને તેથી સામેની વ્યક્તિનું અનિષ્ટ ન કરે અથવા તો લોકભય આદિ અન્ય કારણોને લઈને પ્રતિકાર ન કરે અને શાંત રહે એટલે તે નિર્લેપી છે એમ ન કહેવાય, કેમ કે ક્ષમાશીલ ન હોવાના કારણે તેની માનસિક વિચારણા તો નિરંતર તેનું અહિત કરવા તરફ જ રહે છે. જે મહાપુરુષ રાગ-દ્વેષથી સર્વથા રહિત છે તેમને સ્ત્રી વગેરે રાગનાં નિમિત્તોનો મન-વચન-કાયાથી અંશે પણ સંસર્ગ નથી હોતો કે પોતાને કષ્ટ આપનારનું પણ અહિત કરવાની વૃત્તિ નથી હોતી, માટે તેવા પુરુષને આપ્ત માની તેમના વચનને પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ.
પ્રશ્ન થાય કે નીરાગી પણ અજ્ઞાનથી અસત્ય બોલે છે. રાગ-દ્વેષ વગરના પુરુષ પણ જે વસ્તુ ન જાણતા હોય તે સંબંધી કંઈ પણ કહે તો તે વાત સત્ય કઈ રીતે મનાય? જેમ કે કોઈ સ્વર્ગ કે નરક નથી માનતો, તેથી તે પ્રત્યે તેને રાગ કે દ્વેષ નથી અને તેનું તેને જ્ઞાન પણ નથી. એવી સ્થિતિમાં તે કહે કે સ્વર્ગ આવું હોય છે, નરકનું સ્વરૂપ આવું હોય છે, તો તે સત્ય ન જ કહેવાય. એ જ પ્રમાણે જિનેશ્વરોનાં કથન અજ્ઞાનમૂલક નથી તેનું શું પ્રમાણ?
તેનો જવાબ છે કે અલ્પજ્ઞનો વચનવ્યવહાર રાગ-દ્વેષથી મિશ્રિત જ હોય છે. તે રાગ-દ્વેષ વિના વચનવ્યવહાર નથી કરી શકતો. જ્યાં અજ્ઞાન સહિત વચનવ્યવહાર ચાલે છે, ત્યાં સમજવું જોઈએ કે આ બોલવામાં કાંઈક પ્રયોજન છે. વસ્તુસ્વરૂપના અનભિજ્ઞા મિથ્યાભિનિવેશથી તે એમ માને છે કે તે સર્વ જાણે છે અને તેથી જેની પોતાને જાણકારી પણ નથી તે બાબત કાલ્પનિક વાતો કરે છે. જે સ્વર્ગ કે નરકને માનતો ન હોય, તેનું જેને જ્ઞાન પણ ન હોય, છતાં જો તે તેનું વર્ણન કરશે તો સ્વર્ગ કે નરકનું સ્વરૂપ જેવું છે તેવું ન જણાવતાં તેને અન્યથા જ વર્ણવશે. જેમના રાગ-દ્વેષ મૂળથી નાશ પામ્યા હોય છે, તેમનું અજ્ઞાન પણ નાશ પામ્યું જ હોય છે. તેમને અનંત જ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી સમસ્ત વિશ્વના સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન તેમને હોવાથી કદી પણ વસ્તુસ્વરૂપના કથનમાં ફેરફાર થતો નથી. જે જેવું હોય તેવું જ તેઓ જણાવે છે, માટે જ તેમનાં વચન પ્રમાણભૂત છે. તેઓ સર્વજ્ઞ હોવાથી આત્મા છે' એવું તેમનું વચન સત્ય જ માનવું જોઈએ.
કોઈ કહે કે આગમ પરસ્પર વિરોધી હોવાથી પ્રમાણ નથી. આગમને માનવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org