Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પ૩
૧૬૭
આવે તો ઇન્દ્રિયને આત્મા માની લેવાની ભૂલ ન થાય અને ઇન્દ્રિય એ આત્મા નથી એ નિશ્ચય થાય. (૩) આત્માની સત્તા વડે શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પ્રવર્તે છે.
કેટલાક લોકો એવું મંતવ્ય રજૂ કરે છે કે શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ છે તે જ આત્મા છે, એ સિવાય અન્ય કોઈને આત્મા માનવાનો કોઈ અર્થ નથી. તેઓ પ્રાણને જ આત્મા માને છે. તેઓ એમ માને છે કે આત્માનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. પ્રાણવાયુમાં ચૈતન્યજનક સ્વભાવ છે. પ્રાણવાયુથી જ ચૈતન્યની ઉત્પત્તિ છે. મૃતદેહમાં પ્રાણવાયુનો અભાવ હોવાથી ચૈતન્યનો અભાવ છે. પ્રાણવાયુનો અભાવ જ એમાં કારણ છે. શ્વાસ જ જીવન-મરણની ભેદરેખા આંકનાર તત્ત્વ છે, અર્થાત્ શ્વાસ બંધ થઈ જાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આમ માનવું મિથ્યા છે. આત્માના કારણે જ ચૈતન્યતા છે. મૃતદેહમાં પ્રાણવાયુનો અભાવ હોવાથી ચૈતન્ય નથી એ વાત સત્ય નથી, પરંતુ હકીકત એ છે કે આત્માનો અભાવ હોવાથી તેમાં ચૈતન્ય નથી. દેહમાંથી આત્મા નીકળી જાય છે એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ થઈ જાય છે. દેહમાંથી આત્માનું નીકળવું અને શ્વાસનું બંધ થવું આ બન્ને ક્રિયા એકસાથે જ થાય છે, તેથી એવો ભ્રમ ઉત્પન્ન થાય છે કે પ્રાણવાયુના અભાવના કારણે માણસનું મરણ થાય છે.
મૃત્યુ કંઈ પ્રાણવાયુનો અભાવ નથી. મૃત્યુ એટલે દેહ અને આત્માનો વિયોગ. પ્રાણવાયુ હોવા છતાં પણ આત્મા દેહને છોડીને ચાલ્યો જાય છે. રક્તપરિભ્રમણ, શ્વસનતંત્ર આદિના સંચાલક એવા આત્માના જવાથી દેહનું તંત્ર બંધ પડી જાય છે. પછી તેને ઑક્સિજન કે ઇજેશન આપીને પુનઃ જીવંત કરી શકાતું નથી. મૃતકના દેહમાં વાયુનો પ્રવેશ કરાવવામાં આવે તો શું એ મૃતક ફરી જીવતો થઈ શકશે? શું એ મૃતકમાં ફરી ચેતના આવી શકશે? શું એ મૃતક ફરી બોલી શકશે? શું મડદાને પ્રાણવાયુ આપવાથી તે હલન-ચલન કરી શકશે? ના. મડદાને ફરીથી જિવાડવા માટેના ગમે તેટલા જુદા જુદા પ્રયત્નો કરવામાં આવે તો પણ કોઈ સફળ પરિણામ આવતું નથી. મૃત દેહમાં પ્રાણવાયુ પૂરીને રક્તપરિભ્રમણ કરાવવાની ઘણી મહેનત કરવામાં આવે છે, પરંતુ આજની તારીખમાં તો વિજ્ઞાન આ દિશામાં જરા પણ સફળ થયું નથી. ભલેને કોઈ પણ વૈજ્ઞાનિક મૃત દેહમાં પ્રાણવાયુ પૂરવાની કે રક્ત સંચાર કરવાની ગમે તેટલી મહેનત કરે, પરંતુ જો તેનો ચાહક આત્મા જ ત્યાં નથી, તો પછી આ પ્રાણવાયુ આદિ ગ્રહણ કોણ કરશે? તેથી તો મડદું પુનર્જીવિત થાય એવી શક્યતા એક અંશમાત્ર જેટલી પણ નથી. મડદાને પ્રાણવાયુ દ્વારા પુનર્જીવિત કરવું ક્યારે પણ સંભવિત નથી.
મૃત દેહમાં પ્રાણવાયુ દાખલ કરવામાં આવે તો પણ તેમાં જીવનનો સંચાર થતો નથી. મૃતદેહની અંદર નળી દ્વારા પ્રવેશ કરાયેલો વાયુ તેમાં ચૈતન્યને ઉત્પન્ન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org