Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પર
૧૫૫
જ્યારે બાહ્ય વિષયને જાણવા માટે પ્રવર્તે છે, તે ક્ષણે તેનું જોડાણ અંતરજગત સાથે પણ છે. માત્ર તેના પ્રત્યે અજ્ઞાની જીવનું લક્ષ હોતું નથી. સ્વયંની સાથેના જોડાણની તેને સમજણ નથી. તેને સ્વની પકડ નથી. ઇન્દ્રિયમાર્ગમાં પ્રવર્તતી ભીતરની ચેતનાનું તેને ભાન નથી. નેત્રાદિ ઇન્દ્રિયો દ્વારા રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દને જાણનાર અતીન્દ્રિય આત્મતત્ત્વનું તેને ભાન નથી; તેથી તે શરીર, ઇન્દ્રિયથી ભિન્ન એવા આત્મતત્ત્વનો સ્વીકાર કરતો નથી.
આમ, આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન છે. ઇન્દ્રિયો તો જડ પૌલિક પદાર્થ છે, જ્યારે આત્મા ચેતન પદાર્થ છે. આત્મા ઇન્દ્રિયો વડે પરપદાર્થોને જાણે છે. આત્માની પ્રેરણાથી ત્વચા આદિ પાંચ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને જાણવામાં પ્રવૃત્ત થાય છે. તેમાંની એક પણ ઇન્દ્રિય પોતાના વિષય સિવાય બીજી ઇન્દ્રિયના વિષયને અનુભવતી નથી, જ્યારે આત્મા એ પાંચ ઇન્દ્રિયોના વિષયને જાણે છે. આ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં શ્રીમદે ઇન્દ્રિય તથા આત્મા વચ્ચેનો સંબંધ દર્શાવી ઇન્દ્રિયથી આત્માની ભિન્નતા સ્પષ્ટ કરી છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘છે ઇન્દ્રિય પ્રત્યેકને, આત્માનો આધાર; એથી એ કારજ કરે, સ્પર્ધાદિક વ્યાપાર. કરતાં થાય તેહને, નિજ નિજ વિષયનું જ્ઞાન; આંખ સુણે નહિ શબ્દને, રૂપ જુએ નહિ કાન. સ્પર્શ ન જાણે ગંધ, રસના ન લહે ગંધ; પાંચ ઇન્દ્રીના વિષયનું, જ્ઞાન વગર પ્રતિબંધ. જડ ઇન્દ્રિય જાણે નહિ, માન અને અપમાન; સર્વ જગતના વિષયનું, પણ આત્માને ભાન.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૨૬ (શ્રી ગિરધરભાઈરચિત, 'શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૦૫-૨૦૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org