Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પ૩
૧૬૩ ખાવું, આહાર લેવો, તેને પચાવવો, તેનું વિસર્જન કરવું, દેહમાં સપ્ત ધાતુનું નિર્માણ કાર્ય કરવું, મળને બહાર કાઢવો, અશ્રુગ્રંથિમાં આંસુ નિર્માણ કરવાં, તેને આંખના માર્ગે બહાર કાઢવાં વગેરે તમામ ક્રિયાઓનો પ્રવર્તક આત્મા છે. દેહમાં જ આ બધી ક્રિયાઓ થાય છે, પરંતુ તેનો પ્રવર્તક દેહમાં જ રહેનારો અને દેહથી જુદો એવો ચૈતન્યમય આત્મા છે. દેહ એક વાઘ સમાન છે. વાઘને કોઈ વગાડનાર ન હોય તો તે વાગતું નથી, તેવી રીતે દેહમાં આત્મા ન હોય તો તેનામાં કોઈ ક્રિયા થતી નથી. આત્માની સત્તાના કારણે દેહનાં કાર્યો થાય છે.
દેહને જીવંત, ક્રિયાશીલ, કાર્યશીલ બનાવનારું તત્ત્વ - ચેતનતત્ત્વ તેનાથી ભિન્ન છે. આ રહસ્યને એક ઉદાહરણ વડે સરળતાથી સમજી શકાશે. કોઈ કારખાનું ટેલિવિઝનનું ઉત્પાદન કરે, પરંતુ કારખાનામાંથી નીકળેલો એ ટી.વી. કાર્ય તો ત્યારે જ કરે છે કે
જ્યારે વિદ્યુતમોજાંઓ એની અંદર દાખલ થાય છે. વિદ્યુતમોજાંઓની હાજરીમાં જ ટી.વી. કાર્ય કરે છે, તેમ દેહની ક્રિયાઓ માત્ર આત્માની હાજરીમાં જ જોવા મળે છે. જેમ કારખાનામાં તૈયાર થયેલા ટી.વી.નું અને ચિત્ર તથા ધ્વનિ દ્વારા એને ‘જીવંત' (કાર્યશીલ) બનાવનારાં વિદ્યુતમોજાઓનું અસ્તિત્વ પરસ્પરથી સ્વતંત્ર છે; તેમ કાયાનું અને તેને જીવંત બનાવનાર ચેતન આત્માનું અસ્તિત્વ એકબીજાથી સ્વતંત્ર છે.
આત્માને દેહથી ભિન્ન એક સ્વતંત્ર તત્ત્વ તરીકે નહીં સ્વીકારનારાઓની એવી માન્યતા છે કે કોષ એ ચેતનાનું પ્રાથમિક એકમ છે. અગણિત કોષો એકત્ર થઈ દેહના ભિન્ન ભિન્ન અવયવો બને છે અને તે અવયવો અલગ અલગ એકમ તરીકે સ્વતંત્ર કામગીરી બજાવતા રહે છે અને એ સઘળા અવયવો મળી દેહરૂપ એક મોટું એકમ સર્જી છે. જેમ એ દેહરૂપ એકમના છૂટા છૂટા અવયવો અન્ય અવયવોના સુમેળમાં રહી પોતાની સ્વતંત્ર કામગીરી બજાવે છે, તેમ તે પ્રત્યેક અવયવના ઘટક કોષો પણ પરસ્પર સુમેળમાં રહી પોતાની સ્વતંત્ર કામગીરી બજાવે છે, અર્થાતુ પ્રત્યેક કોષ પોતાની સ્વતંત્ર ચેતના દર્શાવે છે. આવી માન્યતા સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય છે કે જો સ્વતંત્ર ચેતનાવાળાં એ એકમો (દેહના ભિન્ન ભિન્ન અવયવો અને તેનાં ઘટક કોષો) માત્ર કાર્યરત રહે એટલું જ નહીં, તે એવી રીતે સુમેળમાં રહીને કાર્ય કરે છે તેથી દેહરૂપ એક મોટું એકમ સર્જાય અને તે દેહ કાર્ય કરતો રહે, તો આ યોજના કરનાર કોણ છે? વળી, મૃત્યુ થતાં દેહરૂપ એકમ ખોટવાઈ પડે છે તથા તેની સાથે જ સમસ્ત અંગો કે જે પોતે પણ ચેતનાના સ્વતંત્ર એકમ તરીકે કામ કરતાં હતાં તે; અને તેના પણ ઘટક કોષો કે જે ચેતનાનાં નાનકડાં સ્વતંત્ર એકમો છે, તે બધાં એકસામટાં કેમ ચેતનાવિહીન બની જાય છે? જો દરેક કોષને પોતાની વ્યક્તિગત ચેતના છે, તો એ વ્યક્તિગત ચેતનાવાળા દેહના બધા જ કોષો એકસાથે પોતાનું કાર્ય કરતાં કેમ બંધ પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org