Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આકારાદિની સમાનતા જોઈ એકજાતિરૂપ કહેવામાં આવે છે; તેમ સર્વ આત્મામાં ચૈતન્યત્વ સમાન હોવાથી જાતિની અપેક્ષાએ તેઓ એક છે.
અનેકાંતનો આધાર લઈ જૈન દર્શન જણાવે છે કે આત્મા એક પણ છે અને અનેક પણ છે. સમુદ્રનું પાણી એક પણ છે અને અનેક પણ છે. જળરાશિની દષ્ટિએ તે એક છે અને જળબિંદુઓની દષ્ટિએ અનેક છે. બધાં જળબિંદુઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં હોવા છતાં જળરાશિથી તે અભિન્ન છે. તેવી જ રીતે અનંત ચેતન આત્માઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા છતાં સ્વભાવની અપેક્ષાએ આત્મદ્રવ્ય એક છે.
આ પ્રમાણે ‘સર્વમાં એક આત્મા’ નહીં પણ દરેક દેહમાં જુદો આત્મા છે' એ મંતવ્ય યુક્તિસંગત છે. એકાત્મવાદનો પક્ષ યુક્તિયુક્ત નથી. દરેક જીવને મળેલા ભિન્ન ભિન્ન દેહમાં તે તે આત્મા રહે છે અને સુખ-દુઃખ આદિ અનુભવે છે. સંસારમાં અનંત જીવો છે. અનંતાત્મવાદનો આ સિદ્ધાંત જ સુસંગત, યુક્તિયુક્ત છે. જીવમાં અનુભવાતાં સુખ-દુઃખ આદિ જો તેને અનેક અને અસર્વગત માનવામાં આવે તો જ યુક્તિસંગત થાય છે. આમ, જીવ અનેક છે અને તે દેહપ્રમાણ રહે છે. ભિન્ન ભિન્ન આત્માઓ પોતાને મળેલ દેહમાં વ્યાપીને રહે છે.
દેહથી ભિન્ન સ્વતંત્ર પદાર્થરૂપે આત્માને સિદ્ધ કરતું માન-તલવારવતું દષ્ટાંત આત્માનું આવું દેહપરિમાણપણું પણ સિદ્ધ કરી આપે છે. શ્રીમની માન્યતા જૈન દર્શન અનુસાર હોવાથી આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા અર્થે દાંત મૂકતાં આ તથ્ય પણ સિદ્ધ કરવાનો તેમનો હેતુ હોય એમ સંભવે છે. કોઈ પણ વાત દષ્ટાંત સાથે કહેવાય તો આબાલવૃદ્ધ સર્વને તે તરત સરળપણે સુઝાહ્ય અને સુબોધક થાય છે. સંતોની એ આગવી શૈલી છે. દષ્ટાંત દ્વારા સિદ્ધાંતને દૃઢ કરવાની શૈલીના કારણે સંતોનો બોધ સરળ અને પ્રાસાદિક બને છે.
આમ, ગાથા ૪૯માં જે તથ્ય પ્રગટ કર્યું હતું તે જ તથ્ય, તે જ શબ્દોમાં થોડા ફેરફાર સાથે શ્રીમદ્ પ્રસ્તુત (૫૦મી) ગાથામાં દોહરાવે છે. સાહિત્યમાં પુનરુક્તિ દોષરૂપ લેખાય છે, પણ અધ્યાત્મક્ષેત્રે પુનરુક્તિ દોષરૂપ નથી લેખાતી. શ્રોતા કે વાચકને નિરૂપણ કરેલા મુદ્દા વધુ સારી રીતે સમજાય તે માટે આધ્યાત્મિક ઉપદેશમાં તો પુનરુક્તિ આવકાર્ય અને આવશ્યક લેખાય છે. પુનરુક્તિના હેતુ વિષે શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
‘અહીં પૂર્વની ગાથાની પુનરુક્તિ કરી ભાર મૂક્યો છે અને વિષયની મહત્તા કેટલી છે તે તે દ્વારા સૂચિત કર્યું છે. જેમ જલદ દર્દ સામે જલદ ઉપાય લેવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org