Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પર
૧૫૧
આત્મા હોય તો ઇન્દ્રિય નષ્ટ થતાં જ્ઞાનશક્તિ પણ નષ્ટ થઈ જાય. વળી, જો ઇન્દ્રિય જ આત્મા છે. એમ માનવામાં આવે તો એક શરીરમાં પાંચ આત્મા માનવા પડે. જો એક શરીરમાં અનેક આત્માઓ હોય તો પદાર્થના અનેક ધર્મોનું જ્ઞાન કરવાવાળા જ્ઞાતાને તે પદાર્થનું વ્યવસ્થિત જ્ઞાન થઈ શકે નહીં, કારણ કે એક શરીરમાં અનેક આત્માઓ માનવાથી ચન્નુરૂપ અવયવમાં રહેલો આત્મા રૂપનું અવલોકન કરશે અને શ્રોત્રરૂપ અવયવમાં રહેલો આત્મા શબ્દનું શ્રવણ કરશે. આમ, ચક્ષુસ્થ આત્મા તેના વિષયનું જ્ઞાન કરશે, જ્યારે બીજો આત્મા બીજા વિષયનું જ્ઞાન કરશે; તેથી પદાર્થના સર્વ વિષયોનું જ્ઞાન એકસાથે ન થવાથી તે પદાર્થનો નિશ્ચય થઈ શકશે નહીં. માટે પ્રત્યેક ઇન્દ્રિયમાં ભિન્ન ભિન્ન આત્મા સંભવી શકે નહીં. એક શરીરમાં જ્ઞાતારૂપ એક આત્મા રહેલો હોવાથી વ્યવસ્થિતપણે ‘હું જોઉં છું', ‘હું સાંભળું છું' ઇત્યાદિ જ્ઞાનનો નિશ્ચય થાય છે. આમ, આત્મા ઇન્દ્રિયોથી ભિન્ન, સર્વ ઇન્દ્રિયોના વિષયને જાણનાર પદાર્થ છે.
પ્રસ્તુત ગાથામાં પ્રત્યેક ઇન્દ્રિયને માત્ર પોતાના વિષયનું જ જ્ઞાન છે એમ જે કહ્યું તે પણ ઉપચારથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં ઇન્દ્રિય તો જડ છે. એ પોતાની જાતે કોઈ વિષયને ગ્રહણ કરી શકતી નથી. જો આત્માનો જ્ઞાન-ઉપયોગ ઇન્દ્રિય સાથે જોડાયેલો ન હોય તો ઇન્દ્રિય તેના વિષયને ગ્રહણ કરી શકતી નથી. ઇન્દ્રિય પોતાનો વિષય પણ આત્મા વિના અનુભવી શકતી નથી, તેનું જ્ઞાન કરી શકતી નથી, તેનું સ્મરણ કરી શકતી નથી. ચક્ષુ આદિ ઇન્દ્રિયો તો બાહ્ય પદાર્થને જાણવામાં નિમિત્તમાત્ર છે. પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયના ગ્રહણમાં નિમિત્ત છે, વિષયનું જ્ઞાન તો શરીરમાં રહેલો આત્મા જ કરે છે.
ઇન્દ્રિયો ભૌતિક છે. ભૂતોમાં જ્ઞાન ગુણ નથી, તેથી તેનાં કાર્યરૂપ ઇન્દ્રિયમાં પણ જ્ઞાન ગુણ ન જ હોય. ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ નથી, તેમજ તે જ્ઞાન ગુણનો આશ્રય પણ નથી. જ્ઞાન ગુણનો આશ્રય તો આત્મા જ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા જ્ઞાનવાન છે, ચૈતન્યસ્વભાવી છે. આત્માના એક એક પ્રદેશે જ્ઞાન છે. જ્ઞાનસ્વભાવી આત્મા છદ્મસ્થ દશામાં ઇન્દ્રિયોના માધ્યમ વડે જગતના પદાર્થોને જાણે છે.
ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ સંભવતો નથી, તેથી ઇન્દ્રિયો સ્વતંત્રપણે ગ્રાહક થઈ શકતી નથી. ઇન્દ્રિયો જ પોતે ઉપલબ્ધિની કર્તા નથી. ઇન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં ઘણી વાર અન્યમનસ્કને વસ્તુની ઉપલબ્ધિ કદાચિત્ થતી પણ નથી, માટે ઘટાદિ પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયોને નહીં, પણ તેથી ભિન્ન એવા બીજા કોઈ પદાર્થને થાય છે. ઇન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા ઉપલબ્ધિકર્તા છે, ઇન્દ્રિયો તો તેનાં ઉપકરણો છે. આમ, પાંચ ઇન્દ્રિયો રૂપાદિને ગ્રહણ કરે છે એ સત્ય નથી. ઇન્દ્રિયો ગ્રહણકર્તા નહીં પણ ગ્રહણ કરવામાં માત્ર સાધનરૂપ જ છે. ઇન્દ્રિયો ઉપલબ્ધિમાં સહકારી હોવાથી જો ઉપચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org