Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૪૯
– ગાથા ૪૮માં શિષ્ય કહ્યું કે આગળ જણાવેલી દલીલો દ્વારા એમ લાગે છે ભૂમિકા
11 કે આત્મા જેવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુ છે નહીં અને જે નથી તેના મોક્ષના અર્થે ઉપાય કરવો નિરર્થક છે. પોતાની આ શંકાનું સમાધાન કરવાની વિનંતી શિષ્ય શ્રીગુરુને કરે છે.
આમ, આત્માના અસ્તિત્વ સંબંધી જે શંકા હતી તે પૂર્વની ચાર ગાથાઓ (૪પ૪૮) દ્વારા શિષ્ય શ્રીગુરુ પાસે રજૂ કરે છે. શ્રીગુરુ શિષ્યને જ્ઞાનનો અધિકારી જાણી, તેની આ શંકાનું સમાધાન દસ ગાથાઓ (૪૯-૫૮) દ્વારા કરે છે, જેના ફળરૂપે તેના આત્માના અસ્તિત્વ સંબંધીના સંશય ટળી જાય છે અને ‘આત્મા છે' એવા સમ્યત્વના પ્રથમ સ્થાનકની શ્રદ્ધા તેને થાય છે.
શિષ્યની પૃથક્ પૃથક્ દલીલોનો ક્રમથી ઉત્તર આપતાં પહેલાં શ્રીગુરુ આ શંકાના મૂળ કારણ પ્રત્યે શિષ્યનું ધ્યાન દોરે છે. આત્માના અસ્તિત્વ સંબંધી સર્વ સંશયોમાં કારણભૂત એવી મૂળ ભૂલ ઉપર પ્રહાર કરતી બે ગાથાઓમાંની પ્રથમ ગાથામાં શ્રીગુરુ કહે છે –
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; | ગાથા
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.' (૪૯) દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી
આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ ભાસ્યો છે; પણ આત્મા અને દેહ બન્ને જુદાં છે, કેમકે બેય જુદાં જુદાં લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે. (૪૯)
આત્મા નામની સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી કોઈ વસ્તુ નથી એવી શિષ્યને જે [૧] શંકા ઊપજી છે, તેનું મૂળ કારણ છે આત્મજ્ઞાનનો અભાવ, અર્થાત્ આત્મઅજ્ઞાન અને તેના કારણે ઊપજેલો દેહાધ્યાસ. અજ્ઞાનના કારણે જીવને ‘દેહ તે હું એવી ભ્રાંતિ વર્તે છે. અનાદિ કાળથી જીવ કોઈ ને કોઈ દેહના સંયોગમાં સતત રહ્યો છે. અજ્ઞાનતાથી તે દેહને જ સ્વપણે માને છે અને તેથી અનેક મિથ્યા કલ્પનાઓમાં તે અવિરતપણે રાચે છે. દેહાત્મબુદ્ધિના કારણે આત્મા અને દેહ એકપણે ભાસે છે, પણ વસ્તુતઃ તે બન્ને ભિન્ન છે. દેહ અને આત્માનાં લક્ષણોનું ભિનપણું જ એ વાત સિદ્ધ કરી આપે છે કે તે બન્ને ભિન્ન પદાર્થ છે.
અથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org