Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-પી
૧૦૯
પુરુષ પોતાના આત્માને દેહ આદિ સર્વ પરથી ભિન્ન જાણી, સાક્ષાત્ અનુભવી, પરમ આત્મિક સુખને આસ્વાદે છે.'
‘હું આત્મા છું અને દેહ તો પર છે, તે કોઈ દિવસ મારો થતો નથી' એમ ચિંતવન કરવું ઘટે છે. “આ અરૂપી જ્ઞાયકતત્ત્વ તે હું છું' એમ જ્ઞાયકની ભિન્ન સત્તા સ્થાપવી ઘટે છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ વારંવાર ભાવવું ઘટે છે. દેહ અને આત્મા બન્ને જુદા જુદા છે એવી ભેદજ્ઞાનની ભાવના દઢ કરવા, શ્રીમદે આ ગાથામાં મ્યાન અને તલવારનું ઉદાહરણ આપ્યું છે.
મ્યાનમાં તલવાર હોવા છતાં જોનારને માત્ર મ્યાન જ દેખાય છે, તલવાર દેખાતી નથી; પરંતુ તલવાર અને મ્યાન બન્નેનું અસ્તિત્વ જુદું જુદું છે. જેમ તલવાર અને મ્યાન બાહ્ય દૃષ્ટિએ મ્યાનરૂપ જણાવા છતાં જુદાં છે, તેમ દેહ અને આત્મા બાહ્ય દષ્ટિએ દેહરૂપે જણાવા છતાં ભિન્ન જ છે. કોઈ અજ્ઞાનતાથી મ્યાનને જ તલવાર સમજી બેસે છે, તેમ અનાદિ કાળના દેહાધ્યાસથી જીવને દેહ અને આત્મામાં એકાત્મતા ભાસે છે, પરંતુ આત્માનું દેહથી સ્વતંત્ર અસ્તિત્વ છે એમાં કોઈ સંદેહ નથી. આચાર્યશ્રી અમૃતચંદ્રદેવ ‘સમયસારકલશ'માં ફરમાવે છે કે જેમ સોનાના મ્યાનમાં રહેલી તલવાર વ્યવહારથી સોનાની કહેવાય, પરંતુ તેને બહાર કાઢતાં લોકો ખ્યાનને સોનાનું જુએ છે, કોઈ રીતે પણ તલવારને સોનાની થયેલી જોતા નથી; તેમ વર્ણાદિ સર્વ એક પુદ્ગલની જ બનાવટ હોવાથી તે પુદ્ગલરૂપ જ છે, આત્મારૂપ નથી. આત્મા તો સર્વથી જુદો વિજ્ઞાનઘન છે એમ જાણો, ૨
સોનાની મ્યાનના કારણે લોકો તલવાર સોનાની કહે છે. તલવાર લોખંડની છે અને તલવારનું મ્યાન સોનાનું છે. સોનાના ખ્યાનના સંયોગના કારણે વચનવ્યવહારથી સોનાની તલવાર કહેવાય છે, પણ ખરેખર તો તલવાર લોખંડની જ છે અને માત્ર ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી' , અધ્યાય ૮, શ્લોક ૨
'स्वर्णं पाषाणसूताद्वसनमिव मलात्ताम्ररूप्यादि हेम्नो वा लोहादग्निरिक्षो रस इह जलवत्कर्दमात्केकिपक्षात तामं तैलं तिलादेः रजतमिव किलोपायतस्ताम्रमुख्यात
दुग्धान्नीरं घृतं च क्रियत इव पृथक ज्ञानिनात्मा शरीरात् ।।' ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૩૮, ૩૯
'निर्वय॑ते येन यदत्र किंचित् तदेव तत्स्यान्न कथं च नान्यत् । रूक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यति रूक्मं न कथंचनासिम् ।। वर्णादि सामग्र्यमिदं विदंतु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुदगल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org