Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મ્યાન જ સોનાનું છે. તેમ પુદ્ગલમય દેહના સંયોગ સંબંધના કારણે વચનવ્યવહારમાં આત્મા દેહરૂપ કહેવાય છે. દેહાધ્યાસથી આત્મા દેહ સમાન ભાસે, પણ તત્ત્વદષ્ટિથી જોતાં દેહ પુદ્ગલમય છે, આત્મા ચેતનમય છે. આ સિદ્ધાંતને સરળ ભાષામાં વર્ણવતાં પંડિત શ્રી બનારસીદાસજી ‘સમયસારનાટક ના અજીવ દ્વારમાં લખે છે –
‘વદિ નો , ન પાન સંયોગ |
न्यारौ निरखत म्यानसों, लोह कहें सब लोग ।।' સુવર્ણમ્યાનના સંયોગે તલવાર પણ સુવર્ણની કહેવાતી હોય છે, પણ તલવાર તો લોખંડની છે. સોનાના મ્યાનમાં રહેવા છતાં પણ તે સોનાની થઈ જતી નથી, અર્થાતુ તે તલવારપણું છોડી મ્યાનરૂપ બની જતી નથી. જ્યારે તેને માનથી અલગ કરીને જોવામાં આવે છે ત્યારે સર્વ લોક તેને લોખંડની જ કહે છે.
આમ, દેહાધ્યાસના કારણે આત્મા દેહ સમાન જણાય છે, પણ તે બન્ને મ્યાન અને તલવારની જેમ ભિન્ન છે. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી જેમ તે બન્ને પદાર્થોની ભિન્નતા સિદ્ધ કરી શકાય છે, તેમ પુદ્ગલમય દેહથી જુદા એવા ચૈતન્યમય આત્માને જ્ઞાનીપુરુષો લક્ષણ દ્વારા સિદ્ધ કરી આપે છે. શ્રીમદે મ્યાન અને તલવારના દષ્ટાંતે દેહથી ભિન્ન આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ અત્યંત સરળ રીતે સિદ્ધ કરી બતાવ્યું છે.
મ્યાન અને તલવારના દૃષ્ટાંત વડે દેહ અને આત્માની ભિન્નતા દર્શાવવાની સાથે સાથે શ્રીમનો હેતુ આત્માને દેહપ્રમાણ બતાવવાનો પણ હોઈ શકે, જૈન દર્શન અનુસાર આત્મા દેહથી ભિન્ન છે, દેહના આકારે રહેલો છે અને દેહ જેવડો છે. આત્મા દેહના પરિમાણ અનુસાર તેમાં વ્યાપીને રહે છે. પારાગમણિ જો દૂધમાં નાખવામાં આવે તો દૂધના પરિમાણ જેટલો જ તેનો પ્રકાશ પ્રસરે છે, તેવી જ રીતે આત્મા જે દેહમાં રહે છે તે દેહપ્રમાણ તે રહે છે. જેટલો દેહ ધારણ કર્યો હોય તેટલામાં આત્મા પોતાના પ્રદેશોને પ્રસારીને રહે છે.
આત્મા અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. અંદરાજલોકસ્વરૂપ આકાશના જેટલા પ્રદેશો છે, તેટલા જ આત્માના પ્રદેશો છે. પરંતુ આત્મામાં એક વિશિષ્ટ ગુણ છે - સંકોચવિકાસશીલતાનો. જૈનમત અનુસાર આત્મા સંકોચ-વિકાસશીલ ગુણધારી છે. આત્માનો સંકોચ અને વિસ્તાર દેહપ્રમાણ થાય છે. આત્માના પ્રદેશો સંકોચશીલ અને વિસ્તારશીલ ૧- પંડિત શ્રી બનારસીદાસજીકૃત, ‘સમયસારનાટક', અજીવધાર, દોહા ૭ ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘પંચાસ્તિકાય', ગાથા ૩૩
'जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org