Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૫૦
અર્થ
ગાથા ૪૯માં શ્રીગુરુએ શિષ્યને કહ્યું કે દેહાધ્યાસના કારણે દેહ જ આત્માભૂમિકા
2] રૂપ ભાસે છે, પરંતુ તે બન્ને વસ્તુઓ તદ્દન ભિન્ન છે, કારણ કે બન્નેનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે.
આમ, આત્મા એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો પદાર્થ છે એમ બતાવી, તે જ નિશ્ચયને પુનઃ દઢ કરાવવા માટે તે જ ગાથાના પ્રથમ ત્રણ ચરણની પુનરુક્તિ કરી, એ સિદ્ધાંતને એક સમર્થ દષ્ટાંતથી સ્પષ્ટ કરતાં શ્રીગુરુ કહે છે –
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; ગાથા
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” (૫૦) અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહના પરિચયથી દેહ જ આત્મા ભાસ્યો છે;
અથવા દેહ જેવો આત્મા ભાસ્યો છે; પણ જેમ તરવાર ને મ્યાન, મ્યાનરૂપ લાગતાં છતાં બન્ને જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ બન્ને જુદા જુદા છે. (૫૦)
દેહાત્મબુદ્ધિના મહાદોષથી થતી હાનિનો સ્પષ્ટ ખ્યાલ આપવા શ્રીગુરુ (નાવાય] પુનરુક્તિ દ્વારા તે દોષની ગંભીરતા પ્રત્યે શિષ્યનું લક્ષ દોરે છે. શિષ્યના હૃદયમાં આ વાત સચોટતાથી ઊતરી જાય અને એ ભૂલના નાશ પ્રત્યે તેની સમગ્ર ચિત્તવૃત્તિ એકાગ્ર થાય તે અર્થે શ્રીગુરુ ઉપદેશે છે કે દેહાધ્યાસના કારણે દેહ અને આત્મા વચ્ચેનો ભેદ લક્ષમાં આવતો નથી. તે બન્ને એકરૂપ ભાસે છે, પણ તે બન્ને મ્યાન અને તલવારની જેમ સ્પષ્ટ જુદા છે.
તલવાર અને મ્યાન બાહ્ય દૃષ્ટિથી માનરૂપ જણાવા છતાં જુદાં જુદાં છે, તેમ આત્મા અને દેહ દેહરૂપે જણાવા છતાં તદ્દન ભિન્ન છે. તલવાર જે કામ કરી શકે છે તે મ્યાન કરી શકતું નથી અને મ્યાન જે કામ કરી શકે તે તલવાર કરી શકતી નથી. જેમ મ્યાન અને તલવાર અને ભિન્ન છે, તેમ દેહ અને આત્મા તેના લક્ષણભેદે સ્પષ્ટપણે ભિન્ન છે. મ્યાનમાં વર્ષો પર્યત તલવાર રહેવા છતાં તલવાર મ્યાનરૂપ થઈ જતી નથી, તેમ અનાદિથી દેહના સંયોગમાં રહેવા છતાં પણ આત્મા દેહરૂપ થઈ ગયો નથી. ત્રણે કાળ તે બન્ને ભિન્ન જ રહે છે.
- અનાદિ કાળના દેહાધ્યાસના કારણે અજ્ઞાની જીવને દેહ અને આત્મા વિશેષાર્થ
| એકરૂપ ભાસે છે, પણ તે બને ભિન્ન છે. જીવને તે બન્ને એકરૂપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org