Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૭
પણ પ્રત્યક્ષ થયું જ નથી, તેનું અનુમાન તો થઈ જ કઈ રીતે શકે? જે વસ્તુનું કદી પણ પ્રત્યક્ષ દર્શન થયું જ ન હોય તે વસ્તુ અનુમાનથી પણ જાણી શકાતી નથી.
જ્યારે પરોક્ષ અગ્નિનું અનુમાન કરવામાં આવે છે ત્યારે પ્રથમ ધૂમરૂપ લિંગનું પ્રત્યક્ષ હોય જ છે, એટલું જ નહીં પણ પ્રથમથી પ્રત્યક્ષપ્રમાણ વડે નિશ્ચિત કરેલ લિંગ (હેતુ) અને લિંગી(સાધ્ય)ના અવિનાભાવી સંબંધનું, અર્થાત્ પ્રત્યક્ષથી નિશ્ચિત એવા ધૂમ અને અગ્નિના અવિનાભાવી સંબંધનું સ્મરણ થાય છે ત્યારે જ ધૂમના પ્રત્યક્ષથી અગ્નિનું અનુમાન કરી શકાય છે, અન્યથા નહીં. પરોક્ષ અગ્નિના અનુમાન માટે ધૂમનું પ્રત્યક્ષ જેમ અનિવાર્ય છે, તેમ અપ્રત્યક્ષ એવા આત્માનું કોના પ્રત્યક્ષથી અનુમાન કરી શકાય? અને સાધ્ય-સાધનના સંબંધના સ્મરણપૂર્વક અનુમાન થાય છે, પણ આત્માની બાબતમાં જોવામાં આવે તો આત્માના કોઈ પણ લિંગનો આત્મા સાથેનો સંબંધ પ્રત્યક્ષપ્રમાણથી પૂર્વગૃહીત છે જ નહીં કે જેથી લિંગનું પુનઃપ્રત્યક્ષ થવાથી તે સંબંધનું સ્મરણ થાય અને આત્માનું અનુમાન કરી શકાય. તેથી એમ સિદ્ધ થાય છે કે આત્મા નથી.
કોઈ એમ કહે કે સૂર્યની ગતિ કદી પણ પ્રત્યક્ષ થઈ નથી, છતાં તેની ગતિનું અનુમાન થઈ શકે છે; જેમ કે સૂર્ય એ ગતિશીલ છે, કારણ કે તે કાળાંતરે દેશાંતરમાં પ્રાપ્ત થાય છે, દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સવારે અહીં હોય, પણ સાંજે જો અન્યત્ર હોય તો તે તેના ગમન વિના સંભવે નહીં; તેમ સૂર્ય પ્રાતઃકાલમાં પૂર્વ દિશામાં હોય છે અને સાયંકાલમાં પશ્ચિમ દિશામાં હોય છે એ પણ સૂર્યની ગતિશીલતા વિના સંભવે નહીં. આ પ્રકારના સામાન્યતઃ દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવી સૂર્યની ગતિની સિદ્ધિ થઈ શકે છે, તે જ પ્રમાણે સામાન્યતઃ દષ્ટ અનુમાનથી સર્વથા અપ્રત્યક્ષ એવા આત્માનું પણ અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. આનો ઉત્તર આપતાં તેઓ કહે છે કે જે દેવદત્તનું દૃષ્ટાંત છે, તેમાં તો સામાન્યરૂપે દેવદત્તનું દેશાંતરમાં હોવું એ ગતિપૂર્વક જ હોય છે. આ વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ છે, તેથી દષ્ટાંતથી સૂર્યની ગતિ અપ્રત્યક્ષ છતાં દેશાંતરમાં સૂર્યને જોઈને સૂર્યની ગતિનું અનુમાન થઈ શકે છે. પરંતુ પ્રસ્તુતમાં આત્માના અસ્તિત્વ સાથે અવિનાભાવી એવા કોઈ પણ હેતુનું પ્રત્યક્ષ છે જ નહીં કે જેથી આત્માનું એ હેતુનું પુનર્દર્શનથી અનુમાન થઈ શકે; એટલે ઉક્ત સામાન્યતઃ દુષ્ટ અનુમાનથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. આમ, અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી.' ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૧૫૫૦, ૧૫૫૧
'ण य सोऽणुमाणगम्मो जम्हा पच्चक्खपुवयं तं पि । पुवोवलद्धसबंधसरणतो
&િાત્કિM II ण य जीवलिंगसम्बन्धदरिसिणमभू जतो पुणो सरतो । तल्लिंगदरिसणातो जीवे संपच्चओ होज्जा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org