Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૪૭
૬૯ પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી.'
વળી, જીવ વિષે શાસ્ત્રોમાં પરસ્પર વિરોધ જોવા મળે છે. આત્મા અંગે વિદ્વાનોએ પરસ્પર વિરુદ્ધ કથનો કર્યા છે, તેથી આત્માના અસ્તિત્વ વિષે સંદેહને અવકાશ રહે છે. જેમ કે ચાર્વાક દર્શનના શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કાંઈ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે તેટલો જ લોક છે', અર્થાતુ આત્મા ઇન્દ્રિયગોચર ન હોવાથી તેનું અસ્તિત્વ નથી. કોઈ કહે છે કે “એ ભૂતોથી વિજ્ઞાનઘન સમુસ્થિત થાય છે અને ભૂતોના નષ્ટ થવાથી તે પણ નષ્ટ થઈ જાય છે.' મહાત્મા બુદ્ધે કહ્યું છે કે ‘રૂપ એ પુદ્ગલ નથી', અર્થાત્ બાહ્ય દેશ્યવસ્તુ એ જીવ નથી, એમ શરૂ કરીને પ્રસિદ્ધ બધી વસ્તુ એક એક લઈને તે જીવ નથી એમ મહાત્મા બુદ્ધ સિદ્ધ કર્યું છે. વેદમાં કહ્યું છે કે “સશરીર આત્માને સુખ અને દુઃખ છે, પણ શરીર વિનાના જીવને સુખ કે દુ:ખનો સ્પર્શ પણ નથી. સાંખ્ય દર્શનના સાહિત્યમાં કહ્યું છે કે ‘પુરુષ - આત્મા અકર્તા, નિર્ગુણ, ભોક્તા અને ચિદ્રુપ છે.' ૬ આવી પરસ્પર વિરોધી વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે, તેથી શાસ્ત્રોનાં વાક્યો વડે આત્મા માની શકાતો નથી. આમ, આગમો પરસ્પર વિરુદ્ધ હોવાથી આગમપ્રમાણથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી. (૪) ઉપમાનપ્રમાણથી આત્મા અસિદ્ધ છે.
ઉપમાન પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકે તેમ નથી, કારણ વિશ્વમાં આત્મા જેવો બીજો કોઈ પદાર્થ હોય તો તેની ઉપમા આત્માને આપી શકાય અને તેના વડે આત્માને જાણી શકાય, પણ આત્મસદશ કોઈ પદાર્થ છે જ નહીં.
કોઈ કહે કે કાળ, આકાશ, દિકુ એ બધાં અમૂર્ત હોવાથી આત્મસદેશ છે, તેથી ઉપમાનપ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકે એમ છે. તેનો ઉત્તર એમ છે કે જે પ્રમાણે આત્મા અસિદ્ધ છે, તે જ પ્રમાણે કાળાદિ પણ, તેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી અસિદ્ધ ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૧૫૫૨
'णागमगम्मो वि ततो भिज्जति ज णागमोऽणुमाणातो ।
ण य कासइ पच्चक्खो जीवो जस्सागमो वयणं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘પદર્શનસમુચ્ચય', શ્લોક ૮૧ 3- જુઓ : બૃહદારણ્યક ઉપનિષદ્', ૨-૪-૧૨ ૪- જુઓ : ‘સંયુક્તનિકાય', ૧૨-૭૦-૩૨-૩૭ ૫- જુઓ : ‘છાન્દોગ્ય ઉપનિષદ્', ૮-૧૨-૧ ૬- જુઓ : ‘સાંખ્યકારિકા', ૧૯ ૭- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૫૫૩ (પૂર્વાર્ધ)
'जं चागमा विरुद्धा परोप्परमतो वि संसओ जुत्तो ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org