________________
૨૮
આગમિક વ્યાખ્યાઓ ૭. વ્યવહાર, ૮. દશાશ્રુતસ્કન્ધ, ૯. બૃહત્કલ્પ, ૧૦. પંચકલ્પ, ૧૧. ઓઘનિર્યુક્તિ, ૧૨. જીતકલ્પ, ૧૩. ઉત્તરાધ્યયન, ૧૪. આવશ્યક, ૧૫. દશવૈકાલિક, ૧૬. નન્દી, ૧૭. અનુયોગદ્વાર, ૧૮. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ. નિશીથ અને જીતકલ્પ પર બે-બે ચૂર્ણિ લખવામાં આવી છે પરંતુ વર્તમાનમાં એક-એક જ ઉપલબ્ધ છે. અનુયોગદ્વાર, બૃહત્કલ્પ અને દશવૈકાલિક પર પણ બે-બે ચૂર્ણિઓ છે. જિનદાસગણિ મહત્તરની માનવામાં આવતી નિખ્ખાંકિત ચૂર્ણિઓનો રચનાક્રમ આ મુજબ છે : નન્દીચૂર્ણિ, અનુયોગદ્વારચૂર્ણિ, ઓઘનિર્યુક્તિચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ, ઉત્તરાધ્યયનચૂર્ણિ, આચારાંગચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ, નિશીથવિશેષચૂર્ણિ. દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ તથા બૃહત્કલ્પચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં છે. આવશ્યકચૂર્ણિ, અગસ્તસિંહકૃત દશવૈકાલિકચૂર્ણિ તથા જીતકલ્પચૂર્ણિ (સિદ્ધસેનકૃત) પ્રાકૃતમાં છે. ચૂર્ણિકાર :
ચૂર્ણિકાર રૂપે જિનદાસગણિ મહત્તરનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. પરંપરાથી નિમ્ન ચૂર્ણિઓ જિનદાસગણિ મહત્તરની માનવામાં આવે છે : નિશીથવિશેષચૂર્ણિ, નન્દીચૂર્ણિ, અનુયોગદ્વારચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ, ઉત્તરાધ્યયનચૂર્ણિ, આચારાંગચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ. ઉપલબ્ધ જીતકલ્પચૂર્ણિના કર્તા સિદ્ધસેનસૂરિ છે. બૃહત્કલ્પચૂર્ણિ પ્રલમ્બસૂરિની કૃતિ છે. અનુયોગદ્વારની એક ચૂર્ણિ (અંગુલ પદ પર)ના કર્તા ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પણ છે. આ ચૂર્ણિ જિનદાસગણિત અનુયોગદ્વારચૂર્ણિમાં અક્ષરશઃ ઉદ્ધત છે. દશવૈકાલિક પર અગત્યસિંહે પણ એક ચૂર્ણિ લખી છે. આ સિવાયના અન્ય ચૂર્ણિકારોના નામ અજ્ઞાત છે.
પ્રસિદ્ધ ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તારના ધર્મગુરુનું નામ ઉત્તરાધ્યયનચૂર્ણિ અનુસાર વાણિજ્યકુલીન, કોટિકગણીય, વજશાખીય ગોપાલગણિ મહત્તર છે તથા વિદ્યાગુરુનું નામ નિશીથ-વિશેષચૂર્ણિ અનુસાર પ્રદ્યુમ્ન ક્ષમાશ્રમણ છે. જિનદાસનો સમય ભાષ્યકાર આચાર્ય જિનભદ્ર અને ટીકાકાર આચાર્ય હરિભદ્રની વચ્ચેનો છે. આનું પ્રમાણ એ છે કે આચાર્ય જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્યની ગાથાઓનો પ્રયોગ તેમની ચૂર્ણિઓમાં દષ્ટિગોચર થાય છે તથા તેમની ચૂર્ણિઓનો પૂરો ઉપયોગ આચાર્ય હરિભદ્રની ટીકાઓમાં થયેલ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તરનો સમય વિ.સં. ૬૫૦-૭૫૦ની આસપાસ માનવો જોઈએ, કેમકે તેમના પૂર્વવર્તી આચાર્ય જિનભદ્ર વિ.સં. ૬૫૦-૬૬૦ની આસપાસ તથા તેમના ઉત્તરવર્તી આચાર્ય હરિભદ્ર વિ.સં. ૭૫૭-૮૨૭ની આસપાસ વિદ્યમાન હતા. નન્દીચૂર્ણિના અંતમાં તેનો રચનાકાળ શક સંવત્ પ૯૮ ઉલિખિત છે. આ રીતે આ ઉલ્લેખ અનુસાર પણ જિનદાસનો સમય વિક્રમની આઠમી શતાબ્દીનો પૂર્વાર્ધ નિશ્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org